મને જેલમાં નાખી શકો છો, મારું ઘર છીનવી શકો છો, પરંતુ મને રોકી નહીં શકો: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-04-11 20:58:00

કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી આજે વાયનાડ પહોંચ્યા છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ તેમની આ પહેલી વાયનાડ મુલાકાત છે. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ વાયનાડ પહોંચતા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાયનાડમાં યોજાયેલી વિશાળ રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાંધીને આકરા પ્રહાર કર્યો હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 


રાહુલે સરકાર પર કર્યા પ્રહાર


રાહુલ ગાંધીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે "ભાજપ મારી પાસેથી લોકસભાનું સભ્ય પદ અને મારુ પદ છિનવી લેશે પણ તે મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકશે નહીં". રાહુલે વધુમાં કહ્યું કે, 'સાંસદ માત્ર એક ટેગ અથવા પોસ્ટ છે અને ભાજપ મારો ટેગ, પોસ્ટ અને ઘર છીનવી શકે છે અથવા મને જેલમાં મોકલી શકે છે, પરંતુ મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકે નહીં.' તેણે કહ્યું, 'તેમને લાગે છે કે મારા ઘરે પોલીસ મોકલીને હું ડરી જઈશ. જો મારા ઘરે નોટિસ મોકલવામાં આવશે તો હું પરેશાન થઈશ.


અદાણી મુદ્દે PM મોદી ચૂપ રહ્યા


અદાણી મુદ્દે રાહુલે કહ્યું, 'મેં શું કર્યું? મેં સંસદમાં ગૌતમ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં મીડિયા રિપોર્ટ્સનો ઉપયોગ કરીને બતાવ્યું કે કેવી રીતે અદાણી વિશ્વનો બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બન્યા....મેં બતાવ્યું કે ઈઝરાયેલ સાથે સંરક્ષણ સંબંધ કેવી રીતે બદલાયો, વિદેશ નીતિ કેવી રીતે બદલાઈ? મેં પૂછ્યું અદાણી સાથે તારો શું સંબંધ છે? વડાપ્રધાને જવાબ આપ્યો ન હતો. સરકાર મારા પ્રશ્નોથી અસ્વસ્થ થઈ ગઈ અને મને સંસદમાંથી બહાર કાઢી મૂક્યો. તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તેણે મને બહુ મોટી ભેટ આપી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે