Gujarat આવ્યા Rahul Gandhi, કોંગ્રેસના કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કર્યા| જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-06 15:04:55

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે છેલ્લે 2009માં આવ્યા હતા..... પણ હવે કાર્યક્રમ થોડો બદલાય શકે છે  કેમ કે ચર્ચા એવી છે કે કોંગ્રેસના કાર્યકરોને નહીં મળી શકે.... 


કોંગ્રેસના કાર્યાલય બહાર ગોઠવી દેવાયો પોલીસ કાફલો

લોકસભા ચૂંટણીમાં વિપક્ષના નેતા તરીકેની પસંદગી કરાયા બાદ આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. તાજેતરમાં જ ભાજપના કાર્યકર્તાઓ સાથે હિંસક ઝડપમાં પકડાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાજકોટ અગ્નિકાંડ, મોરબીકાંડના પીડિતોને મળશે. રાહુલ ગાંધીની મુલાકાત પહેલા 10 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમતુ થયું છે. અમદાવાદ કોંગ્રેસના કાર્યાલય બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો RAFની ટીમ પણ ગોઠવાઈ છે. તો બીજી તરફ કોંગ્રેસના જ કાર્યર્તાઓને અંદર ન જવા દેતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ... 

લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અગાઉ ધરપકડ કરાયેલ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા છે. પોલીસે આરોપીઓના ૬ જુલાઇ બપોરે ૩ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પરંતુ રિમાન્ડ પુરા થાય એ પહેલાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓને કોર્ટમાં રજુ કરાયા છે. ત્યારે સમય કરતા પહેલા આરોપીઓને રજૂ કરાતા કોર્ટે પોલીસ પાસેથી આ અંગેનો ખુલાસો માંગ્યો. સમય કરતાં પૂર્વે વહેલા રજૂ કરવા મુદ્દે કોર્ટ દ્વારા ખુલાસો માંગવામા આવ્યો.


વાસણા પોલીસ કસ્ટડીમાં હતા કાર્યકર્તાઓ.. 

તો ફરજ પરના અધિકારીએ કહ્યું કે, રથયાત્રાનો સમય છે..રથયાત્રાના બંદોબસ્ત અને કાયદો અને વ્યવસ્થાને લઈને વહેલા રજૂ કરાયા... અમારી તપાસ પણ પૂર્ણ થઈ ગઈ હતી... એટલે હવે કાર્યકર્તાઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.. વાસણા પોલીસ સ્ટેશનમાં કસ્ટડી હતી..હવે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં થોડો ફેરફાર થઈ શકે છે...  બીજી બાજુ 


VHP દ્વારા કરવામાં આવ્યો વિરોધ 

રાહુલ ગાંધીની અમદાવાદની મુલાકાત પર VHPએ વિરોધ પ્રદર્શન કર્યું છે.. VHPના નેતાઓ કોંગ્રેસના કાર્યાલય ખાતે વિરોધ કર્યો.. આ માટે ‘હિન્દુ હિંસક નહિ પરાક્રમી હૈ’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. સાથે જ ‘ઇટાલિયન પીઝા નહિ ચાહીએ..’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. VHPનાં વિરોધને લઈને કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું છે...  વિહીપી દ્વારા રાહુલ ગાંધીને રાવણ ગાંધી દર્શાવતા ચિત્રો તૈયાર કરાયા છે. સ્થાનિક પોલીસ સાથે BSFનાં જવાનો તૈનાત કરાયા છે.... વિરોધ કરતા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે.... 


ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ભૂંકાશે!

પણ એક વાત નોંધવા જેવી છે કે, રાહુલ ગાંધીની આ મુલાકાતથી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે. 10 વર્ષથી ગુજરાતના રાજકીય ચિત્રમાંથી લગભગ ગાયબ થઈ ગયેલા કોંગ્રેસને હવે નવી આશા જાગી છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સંસદમાં ગુજરાતમાં આગામી સમયમાં ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું, લેખિતમાં લઈ લો. રાહુલ ગાંધીની આ મુલાકાત ભાજપ માટે મોટો પડકાર બની રહેશે. 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.