નવેમ્બર મહિનામાં ગુજરાત આવી રાહુલ ગાંધી કરી શકે છે કોંગ્રેસનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-04 10:00:55

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પણ ગુજરાત આવી શકે છે. નવેમ્બરના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં તેઓ ગુજરાતનો પ્રવાસ કરી શકે છે. 

MP Minister Compares Rahul Gandhi To Specially Abled Performer; Cong Slams  BJP For Insensitivity

ગુજરાતમાં આવી ગજવી શકે છે અનેક જનસભા 

ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પ્રચાર કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં આવી પ્રચારની કમાન સંભાળી હતી તે ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી જનસભાને સંબોધી શકે છે. રાહુલ ગાંધી ચૂંટણી પહેલા ત્રણ દિવસ માટે ગુજરાત આવી શકે છે. તેમના આગમનને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. 

UP elections: Central government policies benefit its 'industrialist  friends', says Priyanka Gandhi, UP Polls 2022, Priyanka Gandhi UP elections

પ્રિયંકા ગાંધી પણ આવી શકે છે ગુજરાતના પ્રવાસે

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને કારણે તેમણે હજી સુધી ગુજરાતમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમો નથી કર્યા. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાહુલ ગુજરાત આવી શકે છે તેવી વાત સામે આવી છે. ગુજરાત આવી અનેક જનસભાને સંબોધી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે. ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી શકે છે.         



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે