રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને આવતીકાલે સેશન્સ કોર્ટમાં પડકારશે, કાલે ફરી સુરત આવશે


  • Published By :
  • Published Date : 2023-04-02 20:08:47

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તાજેતરમાં સુરત કોર્ટે માનહાનિના કેસમાં સજા ફટકારી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણયને પડકારતી અરજી તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરતની સેશન્સ કોર્ટમાં સજાને પડકારશે. રાહુલ ગાંધી પણ આવતીકાલે કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે સુરત આવશે. તેમની અરજીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તેમની અરજીમાં સેશન્સ કોર્ટને માનહાનિના કેસમાં દોષિત ઠેરવતા મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવાની માંગ કરી છે. તેમણે કેસના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર વચગાળાનો સ્ટે લગાવવાની માગ પણ અરજીમાં કરી છે.


30 દિવસનો સમય 


રાહુલ ગાંધી માનહાની કેસ માટે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવાના છે. સોમવારે સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. બીજીબાજુ ચૂંટણી કેરળમાં ચૂંટણી આવવાની છે. ત્યારે ચૂંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરી નથી કારણ કે, કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવેલો છે.


અગ્રણી નેતાઓ પણ સુરત આવશે


રાહુલ ગાંધી  આવતીકાલે સુરત કોર્ટમાં અપીલ કરવા માટે આવી રહ્યા છે, તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે તેમજ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહેશે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે.


પૂર્ણેશ મોદીએ કર્યો હતો માનહાનિનો કેસ


ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે, રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી. રાહુલગાંધીએ PM મોદીને તેમના સરનેમને લઈ નિશાન બનાવ્યા હતા, આ દરમિયાન તેમણે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે