ભારત જોડો યાત્રા દરમિયાન મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈ રાહુલ ગાંધીએ મૃતકોના પરિવાર માટે વ્યક્ત કરી સંવેદના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 15:51:33

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મોરબી હોનારતમાં મૃત્યુ પામનાર લોકો માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ રાહુલ ગાંધીએ દુર્ઘટનાને લઈ ટ્વિટ કરી હતી. ટ્વિટ કરતા તેમણે લખ્યું કે શોકાાગ્રસ્ત થયેલા પરિવાર સાથે તેમની સંવેદના છે. ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોને પણ મદદ કરવા અપિલ કરી હતી.

Image

દાદી ઈન્દિરાને રાહુલે કર્યા યાદ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે. ત્યારે હાલ આ યાત્રા તેલંગાણામાં છે.

પોતાની યાત્રા દરમિયાન અનેક કાર્યક્રમો પણ રાખે છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, સાથે સાથે દાદીને યાદ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને પણ જન્મજયંતિના દિવસે તેમને યાદ કર્યા હતા.        




દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.