Rahul Gandhiએ સંસદમાંથી આપી BJPને ચેલેન્જ? કહ્યું આ વખતે ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-01 17:21:39

સંસદના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભાના બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. નીટનો મુદ્દો ઉઠાવવાની સાથે રાહુલ ગાંધીએ સંસદમાં પડકાર ફેંક્યો કે, લખીને લઈ લો, આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું..... 

સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે... 

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઈન્કમ ટેક્સ, ઈડી, મીડિયમ અને સ્મોલ સ્કેલ બિઝનેસ આજે નાબૂદ થઈ રહ્યાં છે. જેનાથી અરબપતિઓનો રસ્તો સાફ થઈ રહ્યો છે. હું ગુજરાતમાં ગયો હતો, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝવાળાઓએ જણાવ્યું કે, અરબપતિઓનો રસ્તો સાફ કરવા માટે જીએસટી લાવવામા આવ્યો છે. ત્યારે વચ્ચે સંસદમાં કોઈએ કહ્યું કે, શું તમે ગુજરાત પણ જાઓ છો. ત્યારે રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે, હું જતો હોઉ છું. આ વખતે ગુજરાતમાં તમને હરાવીશ. લખીને લઈ લો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આ વખતે ઈન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં તમને ગુજરાતમા હરાવશે.


ભાજપના હાથમાંથી ગઈ એક લોકસભા બેઠક 

રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતી વખતે આ નિવેદન આપ્યું છે..... લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ ક્લીન સ્વિપ નથી કરી શકી... કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં પોતાની વાપસી કરતા બનાસકાંઠાની બેઠક ભાજપ પાસેથી આંચકી લધી... 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 સીટ મળી હતી... પણ ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક મળ્યા પછી કોંગ્રેસનો ઉત્સાહ બમણો થઈ ગયો છે...



કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.

રાહુલ ગાંધી ગુજરાતમાં ઘણા સમયથી સક્રિય પણ છે. છેલ્લે ટીઆરપી ગેમઝોન આગકાંડના પીડિત પરિવારો સાથે પણ તેમણે વાત કરી હતી .. અને ન્યાય અપાવવાનો ભરોસો અપાવ્યો હતો... 2024માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા... કોંગ્રેસે રાજ્યની 26માંથી 24 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા... અને બે સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા... રાહુલ ગાંધીએ હવે ચેલેન્જ આપી છે. ત્યારે ગુજરાતની રાજનીતિ આવનાર સમયમાં ખુબ રસપ્રદ રહેવાની છે તેવું હાલ લાગી રહ્યું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે