NEET પરીક્ષાને લઈ Rahul Gandhiએ કરી પ્રેસ કોન્ફરન્સ, સરકાર પર સાધ્યું નિશાન, સાંભળો શું કહ્યું રાહુલ ગાંધીએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-20 18:53:55

સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે શાળાના પેપરો હોય તે ફૂટવા જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે.  અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં પેપર ફૂટવાને કારણે વિદ્યાર્થીઓના ભાવિ ખતરામાં પડી જાય છે. એક તરફ નીટની પરીક્ષાનો વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ યુજીસી નેટની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. પેપર લીક થવાની ઘટના રોકવા માટે પ્રયાસો કરવામાં આવતા હોય તેવું લાગતું નથી.. આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ સરકાર પર પરીક્ષાને લઈ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદી પર તેમણે નિશાન સાધ્યું હતું. 

રાહુલ ગાંધીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ 

NEET પેપર લીકનો મુદ્દો હજી સુધી શમ્યો નથી ત્યાં તો UGC NETની પરીક્ષા ચર્ચામાં આવી. પરીક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બંને પરીક્ષાઓને લઈ સરકાર પર કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે. સરકારને સવાલ કરવામાં આવી રહ્યા છે. પરીક્ષાને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકાર પર નિશાન સાધ્યું હતું. તે સિવાય તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં બહુ બધા ઈમાનદાર લોકો છે. તમે કોઈ ઈમાનદારોને કામ આપશો તો પેપર લીક નહીં થાય. પરંતુ જો તમે પોતાની વિચારધારાથી જોડાયેલા લોકોને સોંપશો તો પેપર લીક થશે. 

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

સરકાર પર નિશાન સાઘતા રાહુલ ગાંધીએ કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ પણ બંધ કરાવ્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક થતા અટકાવી શક્યા નથી અથવા અટકાવવા માગતા નથી.. તે સિવાય તેમણે કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન હજારો વિદ્યાર્થીઓએ પેપર લીક થવાની ફરિયાદ કરી હતી. હવે દેશમાં NEET અને UGC-NET પેપર લીક થયા છે. એવો દાવો કરવામાં આવે છે કે નરેન્દ્ર મોદી યુદ્ધ બંધ કરે છે, પરંતુ તેઓ પેપર લીક રોકવામાં સક્ષમ નથી અથવા તેઓ પેપર લીક રોકવા માંગતા નથી.



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...