રાહુલ ગાંધીના મીડિયા પર પ્રહાર, "TV પર બેકારી, ગરીબી, મોંઘવારી અને અગ્નિવીરો જોવા નહીં મળે"


  • Published By :
  • Published Date : 2024-02-16 19:59:16

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે સાંજે ચંદૌલી જિલ્લામાંથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ નેશનલ ઈન્ટર કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે રામ મંદિર અભિષેક સમારોહમાં અબજોપતિઓ માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી, ગરીબો માટે કોઈ સુવિધા નહોતી.


બે હિંદુસ્તાન બની રહ્યા છે


બે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એક છે એક ટકાવાળું જેમાં તેઓ ખાનગી વિમાનમાં ઉડે છે. તે ભારત તમે ટીવી પર જોશો. એક તરફ ઐશ્વર્યા રાય તેમાં ડાન્સ કરતી જોવા મળશે. તો બીજી તરફ અમિતાભ બચ્ચન ડાન્સ કરતા જોવા મળશે. જેમાં શાહરૂખ ખાન જોવા મળશે. વિરાટ કોહલી જોવા મળશે, ભારતીય ક્રિકેટ ટીમ જોવા મળશે. બેરોજગાર, ગરીબ, ભૂખ્યા અને કોઈ અગ્નિવીર ત્યાં જોવા નહીં મળે.


બેરોજગારી અને ગરીબી TV પર જોવા નહીં મળે


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે યુપીના ચંદૌલી જિલ્લામાં પહોંચી હતી. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધીએ જિલ્લાના સૈયદરાજા સ્થિત નેશનલ ઈન્ટર કોલેજમાં જાહેર સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન શરૂઆતથી જ ખેડૂતો, બેરોજગારો અને ગરીબોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જનતાને કહ્યું કે મીડિયા આ બધા મુદ્દા નથી બતાવતું કારણ કે તે મોદી મીડિયા છે. તેમણે કહ્યું કે ભાજપ અબજોપતિઓ માટે કામ કરી રહી છે. ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે, ગરીબ લોકોની જમીન છીનવાઈ રહી છે, બેરોજગારી વધી રહી છે, જે ટીવીમાં જનતાને નહીં બતાવવામાં આવે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .