હેમંત સોરેનની પત્ની સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, કહ્યું 'એકજુથ થઈને ન્યાય માટેની લડાઈ લડીશું'


  • Published By :
  • Published Date : 2024-02-05 17:01:28

ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઝારખંડ વિધાનસભામાં ચંપાઈ સોરેને વિશ્વાસ મત જીતી લીધો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના પ્રમુખ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સાથે મળીને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખશે.


કોંગ્રેસે શેર કરી તસવીર


રાહુલ ગાંધીએ હેમંત સોરેનના પત્ની સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હેમંત સોરેનની પાર્ટી પણ મહાગઠબંધનનો એક ભાગ છે. કોંગ્રેસે સોશિયિલ મીડિયા પર આ મુલાકાતની તસવીર શેર કરતા કહ્યું કે આપણે એકજુથ થઈને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખીશું, જનતાનો અવાજ બુલંદ કરીશું, નફરત હારશે અને ઈન્ડિયા જીતશે. 


ચંપાઈ સોરેનને મળ્યા  47 મત


ઝારખંડ વિધાનસભામાં યોજાયેલા વિશ્વાસ મતમાં ચંપાઈના સમર્થનમાં 47 મત જ્યારે વિરોધમાં વિપક્ષના 29 મત પડ્યા હતા. ઉલ્લેખનિય છે કે JMM અને ગઠબંધનના ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગ ટાળવા માટે તેમને હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યા હતા. આ ધારાસભ્યો શનિવારે સાંજે જ પરત ફર્યા હતા. બાદમાં તેમને રાંચીના સર્કિટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત  PMLA કોર્ટે પૂર્વ સીએમ હેમંત સોરેનને પણ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ માટે વિધાનસભામાં હાજર રહેલાની મંજુરી આપી હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે