Madhya Pradeshમાં Bharat Jodo Nyay Yatra વખતે Rahul Gandhi ફરી એક વખત મુકાયા શરમમાં! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-05 17:00:10

રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. મણિપુરથી નીકળેલી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે અને એ રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક બેઠકો કવર થઈ જાય. અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે અને અનેક રાજ્યોમાંથી હવે આ યાત્રા પસાર થવાની છે. રાહુલ ગાંધીની આ યાત્રા મધ્યપ્રદેશના સાજાપુર પહોંચી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને બટાકા આપ્યા. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 2017માં એક નિવેદન આપ્યું હતું કે  એક તરફ આલુ ડાલોગે તો સોના નિકલેગા સ્ટેટમેન્ટ માટે ચર્ચામાં આવ્યા હતા . 

ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન!

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તાઓે રાહુલ ગાંધીએ બટાકા આપ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશ પહોંચી હતી ત્યારે રાહુલ ગાંધીને ભાજપના કાર્યકર્તાઓનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ અનેક વખત એવા નિવેદન આપી દેતા હોય છે જેને લઈ ચર્ચાઓ થતી હોય છે. ત્યારે 2017માં રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું કે આલુ ડાલો સોના નિકલેગા..! આ નિવેદન એ સમયે ઘણું વાયરલ થયું હતું. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધી અને બટાકા સાથે જોવા મળ્યા હતા!

  


શું છે ભારત જોડો ન્યાય યાત્રાનું રૂટ?

ભારત જોડો ન્યાય યાત્રા જે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મણિપુરથી શરુ કરાઈ છે. આ યાત્રા શરૂઆતથી જ વિવાદોમાં રહેલી છે , પહેલા આસામમાં તેઓ આસામ સરકારની વિરુદ્ધમાં ધરણા પર બેસી ગયા હતા. ત્યારે પણ આ યાત્રા વિવાદોમાં આવી ગઈ હતી. આ યાત્રા ૧૦૦ જેટલી લોક્સભાઓ કવર કરશે, ત્યારબાદ ૩૩૭ જેટલી વિધાનસભા પણ કવર કરશે , અને ૧૫ રાજ્યોમાંથી પસાર થવાની હતી અને હવે માર્ચની ૭ તારીખે આ યાત્રા ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે . 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે