ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.
ગુજરાતમાં થોડાક સમય પેહલા વિસાવદર અને કડીની પેટાચૂંટણી પછી , પ્રદેશપ્રમુખના પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપી દીધું છે. તો હવે શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર દાણીલીમડાના કોંગ્રેસના MLA શૈલેષ પરમારને સોંપ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદને લઇને ઘમાસાણ શરુ થયું છે. કેમ કે , થોડાક સમય પેહલા કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનો પરેશ ધાનાણી , વીરજી ઠુમ્મર , MLA કિરીટ પટેલે ગુજરાત કોંગ્રેસનું પ્રમુખ પદ પાટીદાર સમાજને સોંપાય તેવી ઈચ્છા દર્શાવી છે. આ માટે તો અમરેલીના સાંસદ વીરજી ઠુમ્મરે , લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને તેમની પાસે રજુઆત કરવા માટે સમય માંગ્યો હતો . હવે બીજી તરફ , ગીર સોમનાથના કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની મુલાકાત કરી હતી. માટે , હવે કોંગ્રેસના હાઇકમાન્ડે ગુજરાત કોન્ગ્રેસ્સના નેતાઓને દિલ્હી બેઠક કરવા માટે બોલાવ્યા છે જેનાથી , ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદનું કોકડું ઉકેલાઈ શકે. આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી સાથે કે.સી વેણુગોપાલ , ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ મુકુલ વાસનિક પણ હાજર રહેશે. આ બેઠકમાં હાજર રહેવા માટે બનાસકાંઠાના કોંગ્રેસના MP ગેનીબેન ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શૈલેષ પરમાર દિલ્હી જવા રવાના થયા છે. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ , અમિત ચાવડા , ભરત સિંહ સોલંકી , સિદ્ધાર્થ પટેલ , પરેશ ધાનાણી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં એ બાબતે નિર્ણય લેવામાં આવશે કે, શક્તિસિંહ ગોહિલને કન્ટિન્યુ રાખવા કે પછી પાટીદાર આગેવાન કે પછી OBC આગેવાનને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવી.
લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ અગાઉ વિદેશ પ્રવાસે હતા , તે પછી પરત ફરીને , બિહારના પ્રવાસે ગયા હતા અને હવે આજે ગુજરાત માટે સમય ફાળવ્યો છે. દિલ્હીની આ બેઠકમાં , તાજેતરમાં જે જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણુંક થઇ છે , તેને લઇને જે વિખવાદ છે તેની પર પણ ચર્ચા કરશે. હાલમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદ માટે , લાલજી દેસાઈ અને અમિત ચાવડાનું નામ આગળ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી આ મહિનાના અંતમાં ફરી એકવાર ગુજરાત આવી શકે છે. જેમાં તેઓ જિલ્લા અઘ્યક્ષોને ટ્રેનિંગ આપશે. આપણે જણાવી દયિકે ,થોડાક સમય પેહલા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત , ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણુંક થયેલી છે. હવે આવનારા સમયમાં , ગુજરાતમાં કોર્પોરેશન , જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે માટે , ગુજરાતમાં પ્રદેશ પ્રમુખના પદે કોંગ્રેસ ઝડપથી નિમણુંક કરી શકે છે.