રાહુલ ગાંધી સાથે પાદરીની ચર્ચાથી થયો હોબાળો, પાદરી એવું તે શું બોલ્યા હતા જાણો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:48:05

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી હાલ 150 દિવસની ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, તેમણે શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં એક વિવાદાસ્પદ કેથોલિક ચર્ચના પાદરી જ્યોર્જ પોનૈયા સાથે મુલાકાત કરી હતી. રાહુલ અને પાદરી વચ્ચે થયેલી ચર્ચા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વીડિયો અંગે જબરદસ્ત વિવાદ થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસને નિશાન બનાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. 


શા માટે થયો વિવાદ?


મુટ્ટીડિયન પરાઈ ચર્ચમાં રાહુલ ગાંધી અને  પાદરી વચ્ચે વાતચીતનો જે વીડિયો વાયરલ થયો હતો, તેમાં રાહુલ ગાંધીને એ પૂછતા સાંભળી શકાય છે કે, "ઈસુ ખ્રિસ્ત ભગવાનનું સ્વરૂપ છે? શું આ સાચું છે?" તેમના પ્રશ્નના જવાબમાં, પાદરી જ્યોર્જ પોનૈયાએ કહ્યું, "ના, તે ખરેખર ભગવાન છે."


ભાજપના કોંગ્રેસ પર પ્રહાર


ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આ નિવેદન અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને આ યાત્રાને 'ભારત તોડો' યાત્રા ગણાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'જ્યોર્જ પોનૈયા રાહુલ ગાંધીને મળ્યા હતા. તેઓ કહે છે કે ઈસુ એકમાત્ર ઈશ્વર છે. આ વ્યક્તિની અગાઉ પણ હિંદુ ધર્મ વિરુદ્ધ નફરતભર્યા નિવેદનો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પૂછ્યું- શું ભારત તોડો આઈકોન સાથે ભારત જોડો યાત્રા ચાલી રહી છે?


કોંગ્રેસે કર્યો રાહુલ ગાંધીનો બચાવ 


કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના બચાવમાં આવી ગઈ છે. જયરામ રમેશે કહ્યું, 'ભાજપની હેટ ફેક્ટરીનું એક ઘૃણાસ્પદ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. ઓડિયોમાં જે પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ ભાજપનું ષડયંત્ર છે, ભારત જોડો યાત્રાના સફળ પ્રારંભ પછી ભાજપ ખુબ હતાશ થઈ ગઈ છે. આ યાત્રાને લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે