રાહુલ ગાંધી પહોંચ્યા છત્તીશગઢ, માથે ફાળિયું બાંધી ખેડૂતો સાથે પાકની કાપણીમાં જોડાયા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-29 18:13:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે છત્તીસગઢ પ્રવાસે છે, તેઓ ચૂંટણી રેલી કરતા પહેલા રાયપુરની નજીક આવેલા કટિયા ગામના એક ખેતરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી અને  તેમની સાથે મળીને પાકની કાપણી પણ કરી હતી. રાહુલ ગાંધી સાથે છત્તીશગઢના સીએમ ભૂપેશ બધેલ, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ, વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત અને ગૃહ મંત્રી તામ્રધ્વજ સાહુ પણ જોડાયા હતા.


અગાઉ કુલીઓ સાથે કરી હતી મુલાકાત 


ઉલ્લેખનિય છે કે અગાઉ રાહુલ ગાંધી રેલ્વે સ્ટેશન પર કુલીના પોષાકમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આજે (ગુરુવાર) 21 સપ્ટેમ્બરે નવી દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને કુલીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પણ સામાન લઈને જતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોટા અને વીડિયો શેર કર્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે