રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર 'ચૂંટણી બોન્ડ મોદી સરકારની ભ્રષ્ટ નિતીઓનો વધુ એક પુરાવો'


  • Published By :
  • Published Date : 2024-02-15 15:58:52

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ તમામ રાજકીય પક્ષો ભાજપને નિશાન બનાવી આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાજપ સરકાર ઈલેક્ટ્રોરલ બોન્ડનું બિલ લાવી હતી. વર્ષ 2017માં આ બિલને સંસદમાં મની બિલ તરીકે સંસદમાંથી પસાર કરવામાં આવ્યું હતું. તે સમયે પણ તેનો જોરદાર વિરોધ થયો હતો. મોદી સરકાર મની બિલ તરીકે એટલા માટે લાવી હતી કારણ કે તેને રાજ્ય સભાની મંજુરીની જરૂર ન રહે. તે માટે અનેક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમાં આરબીઆઈ એક્ટ, ઈન્કમટેક્સ એક્ટ, અને જનપ્રતિનિધિત્વ કાનુનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે ત્યારે ભાજપ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા.   


PM મોદીની ભ્રષ્ટ નિતીઓનો વધુ એક પુરાવો-રાહુલ ગાંધી


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડ સ્કીમ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી બિજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે નરેન્દ્ર મોદીની ભ્ર્ષ્ટ નિતીઓનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. બીજેપીએ ઈલેક્ટ્રોરલ બોન્ડને લાંચ અને કમિશન લેવાનું એક માધ્યમ બનાવી દીધું હતું. આજે તેના પર મોહર લાગી ગઈ છે. 


અરૂણ જેટલીના મગજની ઉપજ- કપિલ સિબ્બલ


રાજ્ય સભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણપણે અરૂણ જેટલીના મગજની ઉપજ હતી. આ સ્કિમ ભાજપને ફાયદો કરાવવા માટે લાવવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે બિજેપી સત્તામાં છે અને ઈલેક્શન બોન્ડનો સૌથી વધુ ફાયદો તેને જ પહોંચશે. સિબ્બલે કહ્યું કે આ માત્ર ઉદ્યોગ જગત અને બિજેપી વચ્ચેની ડીલ હતી. આ જ કારણે બિજેપીને સૌથી વધુ ફંડ મળ્યું છે. ગત કેટલાક વર્ષોમાં બિજેપીને લગભગ 5-6 હજાર કરોડ રૂપિયાનું ફંડ મળી ચુક્યું છે. સિબ્બલે કહ્યું કે જો તમારી પાસે આટલું મોટું ફંડ હોય તો તમે તમારી પાર્ટીને ઘણી મજબુત બનાવી શકો છો. RSSના માળખાને પણ મજબુત કરી શકો છે.



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો