Loksabha Election પહેલા 7 માર્ચે Rahul Gandhiની Bharat Jodo Nyay Yatra Gujaratમાં કરશે પ્રવેશ, આ જિલ્લાઓ પર કોંગ્રેસનું ફોક્સ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-02 17:40:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા કાઢી હતી. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી  દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે જેમાં અનેક રાજ્યોની લોકસભા સીટ કવર થઈ જાય. આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે. 7મી માર્ચથી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. 7થી 10 માર્ચ સુધી રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં રહેશે. દાહોદથી આ યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે તેવી માહિતી સામે આવી છે.   



થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ કાઢી હતી ભારત જોડો યાત્રા!  

ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ રણનીતિ સાથે પાર્ટીઓ આગળ વધી રહી છે. ચૂંટણી પહેલા જોડ-તોડની રાજનીતિ ચાલુ થઈ ગઈ છે તે આપણે જાણીએ છીએ. થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી તે બાદ હવે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. 



દક્ષિણ અને મધ્ય ગુજરાતની બેઠકો પર કોંગ્રેસનું ફોક્સ!

ભારત જોડો ન્યાય યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. અનેક બેઠકો પરથી આ યાત્રા પસાર થાય તેવી રણનીતિ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી છે. ગુજરાતમાંથી પણ આ યાત્રા પસાર થવાની છે. દક્ષિણ ગુજરાતમાં આવતી લોકસભા બેઠકો પર કોંગ્રેસ વધારે ધ્યાન આપી રહી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના 7 જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થવાની છે. 7 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા પ્રવેશ કરવાની છે અને પાંચ દિવસ આ યાત્રા ગુજરાતમાં રહેશે. ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરવાની છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને ત્યાં આવતી બેઠકો પર વધારે ધ્યાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવી રહ્યું છે.



ગઠબંધન થતા ચૈતર વસાવા જોડાઈ શકે છે ભારત જોડો ન્યાય યાત્રામાં!

મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. સીટોને લઈ વહેંચણી થઈ ગઈ છે જે અંતર્ગત આપ ભરૂચ તેમજ ભાવનગર સીટ પરથી પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે કોંગ્રેસ બાકીના 24 સીટો પર  ઉમેદવાર ઉતારશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગઠબંધન થયા બાદ આપના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા આ યાત્રામાં સામેલ થઈ શકે છે. 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..