Rahul Gandhiની બસ સવારી, DTC બસમાં કરી મુસાફરી, જાણી કર્મચાઓની સમસ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-09-02 17:47:20

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજકાલ ચર્ચામાં રહે છે.. થોડા સમય પહેલા કોંગ્રેસે ભારત જોડો યાત્રા કરી હતી જે દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ.. તે બાદ ભારત જોડો યાત્રાનો બીજો દોર શરૂ થયો. રાહુલ ગાંધી અનેક લોકોને મળી રહ્યા છે.. મધ્યમ અથવા તો ગરીબ પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની બસમાં તેમણે મુસાફરી કરી હતી અને તેનો વીડિયો શેર કર્યો હતો. બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સાથે વાત કરી..

અનેક લોકો સાથે રાહુલ ગાંધી કરી રહ્યા છે મુલાકાત  

એક સમય હતો જ્યારે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ પર દેખાતા નથી.. વોટ માટે જ જનતાની વચ્ચે જાય છે.. પરંતુ લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં પરિવર્તન જોવા મળ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..કોંગ્રેસ ફરીથી દેશમાં બેઠી થવાની કોશિશ કરી રહી છે. રાહુલ ગાંધી આજકાલ અનેક લોકોને મળી રહ્યા છે, અનેક લોકોની મુશ્કેલીને જાણવાની કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં મુસાફરી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. રાહુલે બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સાથે પણ વાત કરી. તેમના પગાર વિશે પૂછ્યું અને તેમની સમસ્યા જાણવાની પણ કોશિશ કરી...



રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતા લખ્યું કે... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીએ લખ્યું કે 'થોડા દિવસો પહેલા દિલ્હીમાં બસની મુસાફરી કરી હતી. મેં  દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમની દિનચર્યા અને સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ન તો સામાજિક સુરક્ષા, ન સ્થિર આવક, ન કાયમી નોકરી. કોન્ટ્રાક્ટ મજૂરીએ એક મોટી જવાબદારી ઘટાડીને ફરજિયાત બનાવી દીધી છે. ડ્રાઈવર અને કંડક્ટરોને અનિશ્ચિતતાના અંધકારમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે અને મુસાફરોની સુરક્ષા માટે હોમગાર્ડ સતત તહેનાત છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી.' બસ ડ્રાઈવર અને કંડક્ટરે પોતાની વ્યથા પણ જણાવી હતી. મહત્વનું છે કે આની પહેલા પણ તે અનેક સામાન્ય લોકોને મળ્યા છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.