રાહુલ ગાંધીનું પોસ્ટર ફાટેલું દેખાતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 16:25:06

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોથી પસાર થઈ આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. ત્યારે હાલ આ યાત્રા કર્ણાટક પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક વખત ભાજપે યાત્રા પર પ્રહાર તેમજ કટાક્ષ કર્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. મુદ્દાની વાત એ છે કે રાહુલ ગાંધીનું પોસ્ટર ફાટેલુ દેખાતા રાજકારણ ગરમાયું છે. યાત્રા કર્ણાટક પહોંચે તે પહેલા રાહુલ ગાંધીનું પોસ્ટર ફાટેલું દેખાતા કોંગ્રેસે ટ્વિટ કરી ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોંગ્રેસને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે જેને કારણે ભાજપ ઘબરાઈ ગયું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે