Rahul Gandhiની વધી શકે છે મુશ્કેલી, BJPએ આ ટ્વિટને લઈ ચૂંટણી આયોગને કરી ફરિયાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-25 17:04:44

રાજસ્થાનની 199 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર જોરોશોરથી કર્યો છે. પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદન વિશે તો ખબર જ છે. જનસભામાં પનોતી સહિતના અનેક શબ્દો રાહુલ ગાંધીએ બોલ્યા હતા જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે કારણ કે ભાજપે ચૂંટણી પંચને અરજી લખી છે. એવામાં BJPએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું કે, સોશિયલ મીડિયા હેન્ડલ Xના ઉપયોગ દ્વારા તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. 

રાહુલ ગાંધી વિરૂદ્ધ એક્શન લેવા કરાઈ અપીલ 

ચૂંટણી શરૂ થાય તેની પહેલા આચાર સંહિતા લાગી જતી હોય છે. આ સમય દરમિયાન ચૂંટણી પ્રચાર નથી કરવામાં આવતો. આ બધા વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી આયોગને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે. ભાજપે ચૂંટણી પંચને સોશિયલ મીડિયા કંપની પાસે રાહુલ ગાંધીના એકાઉન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ વાંધાજનક કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા માટેની અપીલ કરી છે. વાત એમ હતી કે સવારે રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે મતદાન કરવા અપીલ કરી હતી જેને કારણે આ વિવાદ હંગામો થયો છે. મતદાન કરવા માટે રાહુલે અપીલ તો કરી પરંતુ તેમણે કોંગ્રેસને મતદાન કરવા અપીલ કરી હતી.



ભાજપે શેની કરી માગણી?  

ભારતીય જનતા પાર્ટી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીનું એક્સ એકાઉન્ટ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ રાહુલ ગાંધીના તે ટ્વીટને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપવામાં આવે. તે જ સમયે, પાર્ટીએ પંચને વિનંતી કરી છે કે તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી રાજસ્થાનને રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને ફોજદારી કેસ શરૂ કરવા માટે નિર્દેશ આપે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની મુશ્કેલી પ્રતિદિન વધી રહી છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે