Rahul Gandhiએ PM Modi પર સાધ્યું નિશાન, Bharat Jodo Nyay Yatra દરમિયાન કહ્યું કે પીએમ મોદી ઈચ્છે છે કે જય શ્રી રામ બોલો અને ભૂખે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-06 15:50:32

મણિપુરથી રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આવતીકાલે રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં આવવાની છે. ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં ગઈકાલે પહોંચી હતી. ત્યારે રાહુલ ગાંધી ફરી એક વાર એવું કઈંક બોલ્યા જે ચર્ચાનો વિષય બન્યું છે.  મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં રામ મંદિર અને ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું મોદીજી ઈચ્છે છે કે તમે જય શ્રી રામ બોલો અને ભૂખે મરો. તેમણે કહ્યું આજે દેશમાં 50% સંપત્તિ 22 લોકો પાસે છે. તેમણે કહ્યું, “પીએમએ આ ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી, પરંતુ ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કર્યો નથી."

ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીને આપ્યા બટાકા!

થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી જેમાં લોકોનું સારૂં એવું સમર્થન મળ્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા નીકળી રહી છે. આવતીકાલે આ યાત્રાનો પ્રવેશ ગુજરાતમાં થવાનો છે પરંતુ ગઈકાલે આ યાત્રા મધ્યપ્રદેશમાં હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચાનો વિષય બનતા હોય છે.ગઈકાલે મધ્યપ્રદેશમાં જ્યારે રાહુલ ગાંધી હતા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓએ તેમને બટાકા આપ્યા હતા. આ વાતની ચર્ચાઓ પૂર્ણ ના થઈ હતી ત્યારે તો રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઈ નિવેદન આપ્યું.


રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઈચ્છે છે કે.... 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની મંદિરમાં સ્થાપના થઈ. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ હતો. જે ક્ષણનો અનેક દાયકાઓ સુધી લોકોએ પ્રતિક્ષા કરી હતી અને તે ક્ષણ 22 જાન્યુઆરીએ આવી. અયોધ્યા રામ મંદિરને લઈ કોંગ્રેસ દ્વારા અનેક વખત પ્રતિક્રિયા આપવામાં આવી ત્યારે પીએમ મોદી અને રામ ભગવાનને લઈ રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા છે. લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી ઈચ્છે છે કે તમે તમારો મોબાઈલ જુઓ, જય શ્રી રામ બોલો અને ભૂખે મરો,..  

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન શું થાય છે તે પર નજર!

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શાજાપુર શહેરમાં પહોંચે તે પહેલા ભાજપના કેટલાક કાર્યકરો ભાજપના ઝંડા લઈને યાત્રા શરૂ થાય ત્યાં પહોંચ્યા હતા અને પછી મોદી મોદીના નારા લગાવ્યા હતા સાથે સાથે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા  રાહુલ ગાંધીની યાત્રા 12 માર્ચે તેના અંતિમ મુકામ મહારાષ્ટ્રમાં પહોંચશે. રાહુલ ગાંધીની યાત્રા 6 દિવસ મહારાષ્ટ્રમાં રહેશે, જ્યાં તેઓ 400 કિમીની યાત્રા કરશે એ પહેલા એ ગુજરાત પણ આવવાના છે પણ ગુજરાત આવે એ પહેલા ગુજરાત કોંગ્રેસ ખાલી થતું દેખાય છે! હવે ન્યાય યાત્રા ગુજરાત પહોંચે તે પહેલા શું થાય તે જોવાનું રહ્યું 



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.