રાહુલ ગાંધીને 12 તુગલક લેનનો બંગલો ફરી મળ્યો, કહ્યું 'આખું હિંદુસ્તાન મારૂ ઘર છે'


  • Published By :
  • Published Date : 2023-08-08 18:22:14

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ પુનઃ પ્રાપ્ત થયા બાદ હવે તેમને બીજા સારા સમાચાર મળ્યા છે. સંસદની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને ફરી બંગલો ફાળવ્યો છે. રાહુલ ગાંધીને ફરીથી 12 તુગલક લેન પરનો બંગલો  ફાળવવામાં આવ્યો છે. બંગાળ મળ્યા બાદ રાહુલ ગાંધી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે સમગ્ર ભારત મારું ઘર છે. બીજી તરફ કોંગ્રેસના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રાહુલ ગાંધીને દિલ્હીમાં સાંસદ તરીકે બંગલો ફાળવવા માટે એસ્ટેટ ઓફિસ તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ છે. હાલમાં, તેમને 12, તુગલક લેન ખાતેનું તેમનું અગાઉનું નિવાસસ્થાન ઓફર કરવામાં આવ્યું છે.


રાહુલ ગાંધીએ નિવાસસ્થાન ખાલી કર્યું હતું


માર્ચ મહિનામાં રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ સમાપ્ત થયા બાદ તેમણે એપ્રિલમાં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરતી વખતે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય બોલવા માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને હવે તેઓ આ ઘરમાં રહેવા માંગતા નથી કારણ કે ભારતના લોકો દ્વારા તેમને આપવામાં આવેલો બંગલો "છીનવી લેવામાં આવ્યો હતો".



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે