ભાજપનો આઇટી સેલ ખેંચવા ગયો રાહુલની, લોકોએ કૉમેન્ટમાં BJPને જ અરીસો દેખાડી દીધો.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 10:21:03

    • રાહુલ-મોદીના વસ્ત્ર પર ભાજપ-કોંગ્રેસનુ "ટ્વીટર વોર"

    • રાહુલ ગાંધી ૪૧ હજારની ટી-શર્ટ પહેરી ભારત જોડો યાત્રાએ નિકળ્યા : ભાજપ

    • ભાજપ કહે છે કે રાહુલ ગાંધીની ટી-શર્ટની કિંમત 41 હજાર રૂપિયા છે

    • કોંગ્રેસે પીએમના 10 લાખ રૂપિયાના સૂટ પર વાત કરી છે

    • ભાજપે રાહુલ ગાંધીનો ડિઝાઇનર ટી-શર્ટ પહેરેલો ફોટો શેર કર્યો છે જેની કિંમત 41,000 રૂપિયા છે



    ભાજપે રાહુલ ગાંધીનો 41 હજાર રૂપિયાની બરબેરી ટી-શર્ટ પહેરેલ ફોટો ટ્વિટ કર્યો 

    કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર નિશાન સાધતા ભાજપે ફોટોનું કેપ્શન આપ્યું "ભારત જુઓ"


    કોંગ્રેસે વળતો જવાબ આપ્યો કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટની કિંમત 10 લાખ રૂપિયા છે



    રાહુલ ગાંધીએ બરબેરી ટી-શર્ટ પહેરી હતી જેની કિંમત રૂ. 41,000 થી વધુ હતી અને તે કપડા પર ભાજપે પ્રહાર કર્યા હતા 

    એક ટ્વિટમાં, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર પ્રહારો કર્યા, જેઓ હાલમાં પાર્ટીની 'ભારત જોડો યાત્રા' પર છે. ભાજપે સફેદ બરબેરી ટી-શર્ટમાં રાહુલ ગાંધીની તસવીર શેર કરી અને સાથે સાથે ટી-શર્ટની કિંમત કેપ્શન સાથે પોસ્ટ કરી






    આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

    દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

    પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

    અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .