Rahul Gandhiની સંસદમાં થશે વાપસી, અધિસૂચના કરાઈ જાહેર, કોંગ્રેસમાં છવાયો આનંદ


  • Published By :
  • Published Date : 2023-08-07 12:44:25

રાહુલ ગાંધીને મોટી રાહત સુપ્રીમ કોર્ટથી મળી હતી. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ રાહુલ ગાંધીને બે વર્ષની સજા મળી હતી. તેમને આપવામાં આવેલી સજાને કારણે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ્દ થઈ ગયું હતું. તેમની સદસ્યતા લેવાઈ હતી. ત્યારે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને આ કેસને લઈ મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી હતી જેને કારણે તેમને સાંસદ તરીકેનું પદ પાછું મળી ગયું છે. 136 દિવસ પછી રાહુલ ગાંધીને પોતાનું પદ પાછું મળતા કોંગ્રેસના નેતાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાંસદ પદ અંગે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. સાંસદ પદ મળ્યા બાદ રાહુલ ગાંધી સાંસદ પહોંચ્યા હતા જ્યાં તેમનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. INDIA ગઠબંધનના સાંસદોએ નારા લગાવી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. 

રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસમાં આનંદની લહેર 

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આ વખતની સંસદમાં રાહુલ ગાંધી પોતાની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થવાને કારણે હાજર રહી શકતા ન હતા. પરંતુ મોદી સરનેમ કેસને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સજા પરના સ્ટેને કારણે તેમને પોતાનું સાંસદ પદ મળ્યું છે. રાહુલ ગાંધીને પોતાનું સાંસદ પદ પાછું મળતા કોંગ્રેસમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી હતી. કોંગ્રેસ કાર્યાલયમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.


શું હતો સમગ્ર મામલો?

સમગ્ર મામલાની વાત કરીએ તો કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવદેનને લઈ ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કરી દીધો. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા મળવાને કારણે તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા ચૂકાદાને કારણે રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે અને તેમનું સાંસદ તરીકેનું પદ તેમને પાછું મળ્યું  છે.  





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે