આવતીકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 14:37:41

STORY BY SAMIR PARMAR

5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી ચૂંટણીના આયોજન માટે બુથ કાર્યકર્તાઓને સંબોધશે અને ચૂંટણી મામલે કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ 5 સપ્ટેમ્બરના રોજ મળશે. જોકે મહત્વની વાત છે ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ધ્યાન રાખવા માટે આવતીકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અને સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અશોક ગેહલોત કોંગ્રેસના બુથલેવલના કોંગ્રેસી કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણી રણનીતિ મામલે બેઠકો યોજશે. 

 

અત્યાર સુધી કેવી રહી કોંગ્રેસની કામગીરી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જમીની સ્તર પર મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 1 અને 2 સપ્ટેમ્બરના રોજ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજી હતી. અમદાવાદ વિસ્તારની 8 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે ગ્રાઉન્ડ પર જઈ પરિવર્તન સંકલ્પયાત્રાથી જનસંપર્ક કર્યો હતો.  ટૂંક સમય પહેલા કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત પણ બે દિવસીય પ્રવાસ માટે ગુજરાતઆવ્યા હતા અને કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે બેઠકો અને સંવાદો કર્યા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધીની પ્રવાસની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  


ગુજરાતમાં આ સમયે ત્રીપાંખીયો જંગ જામશે માટે કોંગ્રેસને બે પાર્ટીઓ સામે જંગ લડવી પડશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષથી શાસન છે અને આમ આદમી પાર્ટીના આગમન સાથે જ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા અને કામની ગેરંટીના કારણે વધી ગઈ છે. ત્યારે કોંગ્રેસ કેવી રીતે વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે તે જોવાનું રહેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે