કેન્દ્ર સરકાર રેલવેની જમીનો લાંબા ગાળાની લીઝ પર આપશે, 300 કાર્ગો ટર્મિનલ બનાવવાનો નિર્ણય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:35:06

કેન્દ્ર સરકારે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની એક નીતિને મંજૂરી આપી છે,રેલવેની જમીનો લાંબા ગાળાના ધોરણે લીઝ પર અપાશે 5 વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે




પહેલા જાણો લીઝ એટલે શું ? 

ઉત્પાદક અથવા વિક્રેતાની માલિકીની મિલકત કોઈ વ્યક્તિને પસંદ પડે તો તેના વપરાશ અને કબજાના હકો મેળવવા માટે કરેલો કરાર. આવો કરાર ભાડાપટો લેનાર (lessee) અને ભાડાપટો આપનાર (lessor) વચ્ચે થતો હોય છે. લીઝના નાણાકીય લીઝ (financial lease) અને પરિચાલન લીઝ (operating lease) એવા બે પ્રકારો છે. નાણાકીય લીઝ હેઠળ ભાડાપટો આપનાર ભાડાપટો લેનારને મિલકતની ખરીદી માટે નાણાં પૂરાં પાડે છે; ભાડાપટો લેનાર મિલકતનો વર્ષોવર્ષ ઉપયોગ કરવાનું ભાડું ભાડાપટો આપનારને સરળ હપતામાં ચૂકવે છે અને ભાડાની રકમ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જ્યારે હપતા ભરવાની અવધિ પૂરી થાય ત્યારે ભાડાપટો આપનારને પોતે પૂરી પાડેલી મૂડી થોડા નફા સાથે પાછી મળે છે.


દેશમાં સૌથી વધારે જમીન રેલવે પાસે છે અને હવે કેન્દ્ર સરકારે રેલવેની જમીનોને લાંબા ગાળાની લીઝ પર આપવાનો નિર્ણય લીધો છે અને તે માટેની એક નીતિને પણ મંજૂરી આપી દીધી છે.

બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવેની જમીન સંબંધિત એક મોટો નિર્ણય લેવાયો છે જેમાં પીએમ ગતિ શક્તિ યોજનાને વેગ આપવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવા સંબંધિત એક નીતિને મંજૂર કરવામાં આવી છે. 


90 દિવસમાં નીતિનો અમલ થશે 

કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્કનો અમલ કરવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની નીતિનો આગામી 90 દિવસમાં અમલ કરવામાં આવશે.


પીએમ ગતિ શક્તિ યોજનાને ફંડ પુરુ પડાશે

રેલવેની જમીનને લીઝ પર આપીને જે પણ ફંડ આવશે તેનો ઉપયોગ પીએમ ગતિ શક્તિ યોજના માટે કરવામાં આવશે.


300 કાર્ગો ટર્મિનલ બનાવાશે, 1.2 લાખ નોકરીઓનોનું સર્જન થશે

સરકારે 300 કાર્ગો ટર્મિનલ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે અને આને કારણે 1.2 લાખ નવી નોકરીઓનું સર્જન થશે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.