Gujaratમાં વરસાદની જમાવટ, મોટા ભાગના વિસ્તારો માટે અપાયું એલર્ટ, મુખ્યમંત્રીએ બોલાવી બેઠક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-26 15:28:10

ગુજરાતમાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. રવિવારથી મેઘો જોરદાર વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે..એટલો બધો વરસાદ વરસ્યો છે કે અનેક જિલ્લાઓમાં કે વરસાદી મહેર વરસાદી કહેરમાં બદલાઈ ગઈ છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માત્ર થોડા જ જિલ્લાઓ એવા છે જ્યા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ગીર સોમનાથ તેમજ પોરબંદર માટે અપાયું ઓરેન્જ એલર્ટ, બાકી બધા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે..




મોટા ભાગના વિસ્તારો માટે અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.. રાજ્યમાં 244 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.    



મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક 

ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. અનેક ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે. વધારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સીએમ પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો મેળવી હતી. મહત્વનું છે કે અનેક જગ્યાઓથી વરસાદી વરસાદના તબાહીની તસવીર સામે આવી છે. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદી માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.