બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 18:38:51

રાજ્યમાં ફરી મેઘ મહેર થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, વિભાગા જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શકયતા છે. 9 અને 10 સપ્ટેમ્બરે તાપી,નવસારી, વલસાડ અને  ડાંગમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી,  દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ,અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.


પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બન્યું હોવાને કારણે મુશળધાર વરસાદ પડશે.બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 8  સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી છે. બીજી તરફ 2 થી 3 દિવસ 2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની પણ આગાહી છે. હાલમાં અમદાવાદમમાં રહેતું 35 ડિગ્રી આસપાસનું તાપમાન 37 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. હાલમાં વાવાઝોડું આવવાની સંભાવના નથી.



પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.