આજે કયા જિલ્લાના લોકોએ રેઈનકૉટ લઈને નિકળવું પડશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 09:58:28

બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત હવામાન વિભાગે આગામી દિવસો માટે ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ગઈકાલે જ વલસાડ, અમદાવાદ અને જૂનાગઢ સહિત અનેક જિલ્લામાં વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારે આજે જાણો કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે?


આજે આ જિલ્લાના લોકો રેઈનકૉટ લઈને કામે જજો

આજે હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના છ જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયો છે એટલે કે આ છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદ પડવાની કોઈ આગાહી નથી કરી. 


આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે 

હવામાન વિભાગે આવતીકાલે રવિવારે નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સાત જિલ્લામાં યલો અલર્ટ એટલે કે ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી અને ડાંગના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.    



કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું..

ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.