Rain : હવામાન વિભાગે કરી વરસાદને લઈ આગાહી, જાણો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ...


  • Published By :
  • Published Date : 2024-06-08 18:39:57

રાજ્યમાં વરસાદની પધરામણી ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.. ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક લઈ શકે છે.. ચોમાસું નજીક છે જેને કારણે અનેક ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 14-15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી ગયું હશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.

Image

વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ 

કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે ઘરની બહાર નિકળતા પહેલા લોકોને વિચાર કરવો પડતો હતો. રાત્રીના સમયે પણ ગરમીનો અનુભવ થતો હતો. વરસાદની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે થોડા દિવસોની અંદર ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થઈ જશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે જેને કારણે કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે..

Image

   

આવતી કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે.

Image


આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ...  

10 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી,  ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદ વરસી શકે છે.. આવી જ આગાહી 11 જૂન માટે કરવામાં આવી છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે