Narmada Damમાંથી પાણી છોડાતા અનેક ગામોમાં ભરાયા પાણી,છવાયો અંધારપટ! ShaktiSinh Gohilએ ભાજપ પર કર્યા ગંભીર આરોપ, સાંભળો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-18 14:57:57

ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. માત્ર થોડા દિવસોમાં વરસેલા વરસાદે ગુજરાતના અનેક જિલ્લામાં તબાહી મચાવી છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જળસપાટીમાં વધારો થવાને કારણે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા , ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગઈ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 158 જેટલા ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અનેક ગામોમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.

 

પીએમ મોદીના જન્મદિવસ પર છોડાયું પાણી!

ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીમાં નવા નીરની આવક થઈ રહી છે. નદીમાં નવા નીરની આવક થતાં ડેમનું જળસ્તર વધ્યું છે. ગઈકાલે પીએમ મોદીનો જન્મ દિવસ હતો. મુખ્યમંત્રીએ નવા નીરના વધામણ કર્યા હતા. ત્યારે અચાનક ડેમમાંથી આટલું બધુ પાણી છોડવામાં આવતા અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓમાં તો પાણી વહી રહ્યું છે પરંતુ એક સાથે આટલું બધું પાણી છોડાવવાને કારણે રસ્તાઓ પર પાણી વહી રહ્યા હતા. રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે અચાનક પાણી પીએમ મોદીના જન્મદિવસ પર છોડવામાં આવતા રાજકારણ ગરમાયું છે.


કોંગ્રેસે ભાજપની સરકાર પર લગાવ્યા આરોપ 

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. સરદાર સરોવરમાં 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે. એક સાથે આટલું બધુ પાણી છોડવામાં આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે. 

જન્મદિવસની ઉજવણી માટે સરદાર સરોવર ડેમમાં પાણી છોડાયું 

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો છે. ઉજવણીના ભાગરૂપે એક સાથે પાણી છોડાતા આસપાસના ગામડીની જમીનો ધોવાઈ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ભાજપની આ નૌટંકી સરકારે વડાપ્રધાનને વ્હાલા થવા માટે આ પગલું લીધું હતું. તેના કારણે નર્મદા અને આસપાસના વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.  


અનેક જિલ્લાઓ માટે કરાયું છે એલર્ટ જાહેર   

મહત્વનું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ થવાને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોઈ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.

જમાવટની ટીમે સાબરકાંઠા લોકસભા બેઠકના બંને ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીને ફોન કર્યો હતો અને જાણવાની કોશિશ કરી હતી કે આગામી પાંચ વર્ષનું તેમનું વિઝન શું છે.

પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..