Gujaratમાં આવશે આફતનો વરસાદ! કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં આવશે વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-23 13:56:35

ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો તો ગગડી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચેનું નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે નલિયામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં તાપમાનનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો હતો. એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 24 નવેમ્બરે નવસારી, ડાંગ, દમણ, દાદા નગરી હવેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છના અનેક ભાગોમાં વરસાદ 25 નવેમ્બરના રોજ વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, વલસાડ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 

27 નવેમ્બરે અહીંયા માટે કરાઈ વરસાદની આગાહી

26 નવેમ્બરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે જૂનાગઢ, નવસારી, ભાવનગર, ડાંગ, અમરેલી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 


માવઠાની આગાહી થતાં વધી ખેડૂતોની ચિંતા 

મહત્વનું છે કે વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોની હાલત એમ પણ દયનિય છે ત્યારે આ આગાહીને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..