ઉનાળામાં આવી રહેલા કમોસમી વરસાદને કારણે એવું લાગે કે જાણે ચોમાસું આવી ગયું હોય.. પ્રતિદિન વરસાદને લઈ આગાહી કરવામા આવી રહી છે.. આજે અહીંયા વરસાદની શક્યતા છે આ જગ્યા પર માવઠું આવી શકે છે વગેરે વગેરે...કમોસમી વરસાદને લઈ એક તરફ વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસું વહેલું આવશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરાઈ છે જ્યારે આ વખતનું ચોમાસું કેવું રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 17 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે.
17 તારીખ બાદ કરાઈ છે હીટવેવની આગાહી
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે... એક તરફ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે.. 17 તારીખ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો એકદમ વધી જશે જેને કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે તેની ભીતિ સેવાઈ રહી છે આ બધા વચ્ચે ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસું જલદી આવશે.
અંબાલાલ કાકાએ ચોમાસાને લઈ કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષનું ચોમાસું સારૂં રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે 7 જૂનની આસપાસ પવન બદલાશે. ઉપરાંત સમુદ્રમાં કરંટ ઉત્પન્ન થશે. તારીખ 7થી 14 જૂન આંધી પવન સાથે ચોમાસું બેસવાની શક્યતાઓ છે. રાજ્યના અનેક ભાગમાં 18થી 25 જૂન દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આંધી વંટોળની સાથે આ વર્ષે ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. ગાજવીજ તેમજ આંધી અને વંટોળ આ સિઝનમાં વધારે જોવા મળી શકે છે તેવી વાત તેમણે કરી હતી.