16 એપ્રિલ સુધી આ જિલ્લાઓ માટે કરાઈ માવઠાની આગાહી, ગરમીથી રાહત મળશે પરંતુ ખેડૂતોની વધી ચિંતા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-12 11:48:58

રાજ્યના અનેક ભાગોમાં આકાશમાંથી આગ વરસી રહી હોય તેવી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો અનેક ભાગો એવા છે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે માવઠું

કાળઝાળ ગરમીનો અહેસાસ થોડા દિવસોથી રાજ્યમાં થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ આ બધા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને  કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં પલટો આવે છે જેની સીધી અસર ખેડૂતો પર પડતી હોય છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે. મહેનતથી પકવેલા પાક પર પાણી ભરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ક્યારે ક્યાં વરસશે વરસાદ? 

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે જ્યારે અરવલ્લી અને ભરુચમાં પણ વરસાદ આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. 14 એપ્રિલ માટે કરેલી આગાહી અનુસાર નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદની શક્યતાઓ છે. અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં પણ આ તારીખ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબારકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં 15 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. 16 એપ્રિલે પણ અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે હમણાં ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.  


હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે માવઠાની આગાહી 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત તો લોકોને મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. ખેડૂતોએ મહેનતથી પકવેલા પાક પર વરસાદી પાણી ફરી વળે છે.. કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદની આગાહી ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીએ માવઠાને લઈ આગાહી કરી છે.  



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.