રાજ્યના 184 તાલુકામાં થઈ મેઘ મહેર, દાંતીવાડામાં સૌથી વધુ 4 ઈંચ, સિઝનનો 85 ટકા વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-07-30 11:08:22

રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહીકરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા ઝાપટાંની આગાહી છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી  છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના 184 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. આજે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.


સિઝનનો 85 ટકા વરસાદ


હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો  108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદથી રાજ્યના 46 તાલુકામાં અત્યાર સુધીમાં છે 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છના સાત, રાજકોટના પાંચ, જૂનાગઢના 10 તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ જિલ્લાના બે બે તાલુકામાં  100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત દાંતીવાડામાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે નડિયાદ, દાંતા અને ડીસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના મહુધામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડોલવણ, કપડવંજ, સુબિર અમીરગઢમાં 2 ઈંચ વરસાદ, જ્યારે રાધનપુર, વડગામ, દિયોદરમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે.  


આ જિલ્લાઓમાં થશે મેઘ મહેર


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા ઝાંપટા પડશે. દાહોદ, પંચમહાલ, ખેડા, પાટણ પણ પવન સાથે વરસાદ પડશે. આ સાથે જ મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.    


અંબાલાલ પટેલે શું આગાહી કરી?


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે તેઓએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ પાટડી, દસાડા, વિરમગામ, માંડલમાં પણ વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, ઝોટાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .