Himachal Pradesh અને Uttrakhandમાં વરસાદે મચાવી તબાહી, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક ફાટ્યું વાદળ, જુઓ વિનાશકારી દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-17 11:10:10

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે, જ્યારે અનેક લોકો આ તબાહીમાં ભોગ લેવાયા છે. વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છે. અનેક દિવસોથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિવમંદિરનો કાટમાળ તૂટી પડ્યો હતો. આ કાટમાળ તૂટી પડવાને કારણે તેની નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. મૃતદેહો બહાર કાઢવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે પણ અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.   

હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે થયું મોટું નુકસાન  

હિમાચલ પ્રદેશમાં તો સ્થિતિ ખરાબ છે પરંતુ તેની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. ત્યાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં ભૂસ્ખલન તેમજ વાદળો ફાટવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓમાં લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બંને રાજ્યોના કુલ મળીને 80 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે આવનારા 24 કલાક વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


ભૂસ્ખલનને કારણે થયા છે અનેક લોકોના થયા છે મોત 

મહત્વનું છે કે સેનાના જવાન દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકો ફસાયા છે તેમને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. સેના તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. ભૂસ્ખલન થવાને કારણે સંપત્તિને નુકસાન થાય છે પરંતુ લોકોના જીવ પણ જાય છે. કુદરતી આફતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વનું છે કે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન આવે છે ત્યારે ત્યારે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવું તેમજ વાદળ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ  ઘટનાને કુદરતી આફત ગણવી કે માનવસર્જિત ગણવી તે તમારી ઉપર છે. ક્લાઈમેટ ચેન્જ આપણા દ્વારા કરવામાં આવતા વિકાસને કારણે થઈ રહ્યા છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.   




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.