Rajasthan : થોડા દિવસો પહેલા મંત્રી તરીકેના SurendraPalએ શપથ લીધા, પરિણામ આવતા ખબર પડી કે તેમની હાર થઈ છે...! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-01-08 20:43:00

વિચારો તમે ચૂંટણી લડી રહ્યા છો, મતદાન પણ થઈ ગયું, તમને મંત્રીપદ પણ આપી દેવામાં આવ્યું. મંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા હોય અને પછી ખબર પડે કે તમે જે બેઠક પરથી ચૂંટણી લડ્યા છો ત્યાં તમે હારી ગયા છો! આ સાંભળ્યા બાદ કેવો ઝટકો લાગે નઈ... આવો જ ઝટકો રાજસ્થાનના મંત્રી સુરેન્દ્રપાલ સિંહ ટીટીને થયો હશે. જી હા, સોમવારે યોજાયેલી મત ગણતરીમાં ટીટીને હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનના કરણપુર બેઠક માટે થયેલી પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર હારી ગયા છે. 

सुरेंद्र पाल सिंह टीटी ने उपचुनाव से पहले ही मंत्री पद की शपथ ली थी.


ભાજપના ઉમેદવારની થઈ હાર  

ગયા વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પરિણામ પણ આવી ગયા. રાજસ્થાનમાં બીજેપીની સરકાર બની. પરિણામ આવ્યાના અનેક દિવસો બાદ રાજસ્થાનની કમાન કોને સોંપવી એટલે કે મુખ્યમંત્રી કોને બનાવવા તે અંગેનો નિર્ણય લેવાયો. ભજનલાલ શર્માએ નવા સીએમ તરીકે શપથ લીધી. રાજસ્થાનની બધી સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું હતું પરંતુ એક બેઠક માટે મતદાન બાકી હતું. એક સીટ માટે મતદાન પછી કરવામાં આવ્યું. કરણપુર ગંગાનગર બેઠક માટેની મતગણતરી પૂર્ણ થઈ અને પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થઈ જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. 


ખાતાની ફાળવણી બાદ ખબર પડી કે... 

તમને જાણીને આશ્ચર્ચ થશે કે જે ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે તેમને તો મંત્રી પણ બનાવાઈ દેવાયા છે. ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. પરિણામ જ્યારે આવ્યું ત્યારે ખબર પડી કે ભાજપના ઉમેદવાર હારી ગયા છે. કરણપુર વિધાનસભા સીટ માટે મતગણતરી સોમવારે હાથ ધરવામાં આવી. 



સુરેન્દ્રસિંહ પાલને ભજનલાલ શર્મા સરકારમાં મળ્યું સ્થાન  

કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ. શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા અને અંતે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ અને ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. સુરેન્દ્રપાલ ચૂંટણી જીતે એની પહેલા જ ભજનલાલ શર્માએ તેમને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી બનાવી દીધા હતા. ટીટીને ફાળે કૃષિ માર્કેટિંગ વિભાગ, કૃષિ સંચય વિભાગ અને પાણી ઉપયોગિતા વિભાગ, જેવા વિભાગોની ફાળવણી કરવામાં આવી છે.  


આ કારણોસર ન થઈ શક્યું હતું પહેલા મતદાન 

મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવી ગયું હતું. 25 ડિસેમ્બરના રોજ મતદાન હતું. પહેલા મતદાન 200 સીટો માટે થવાનું હતું પરંતુ કરણપુર વિધાનસભા બેઠકનું મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું કારણ કે કોંગ્રેસના ઉમેદવારનું નિધન થઈ ગયું હતું. નિધન થવાને કારણે મતદાન સ્થગિત રાખવામાં આવ્યું હતું. ભાજપે આ બેઠક માટે સુરેન્દ્રપાલ સિંહે મેદાનમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસે ગુરમીતસિંહના પુત્ર રૂપિંદર સિંહને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે