Rajasthan : કોટામાં વધુ એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-13 16:43:07

આત્મહત્યાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. રાજસ્થાનના કોટાથી અનેક વખત એવા સમાચાર સામે આવતા હોય છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે વિદ્યાર્થી 12માં ધોરણની સાથે જેઈઈની તૈયારી કરી રહ્યો હતો અને સવારે તેણે ફોન રિસિવ ન કર્યો. પરિવારજનની ચિંતા વધી અને તેમણે વોર્ડનનો સંપર્ક કર્યો. હોસ્ટેલના વોર્ડન રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે વિદ્યાર્થીને પંખાથી લટકેલી હાલતમાં જોયો. પોલીસ તેમજ પરિવારજનોને આ અંગેની માહિતી આપવામાં આવી. જે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે તે છત્તીસગઢનો રહેવાસી હતો. 



રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન! 

બાળકનું ભવિષ્ટ ઉજ્જવળ બને તેવી આશા મુખ્યત્વે દરેક માતા પિતાને હોય છે પરંતુ ઘણી વખત એ આશા બાળકને બોજા સમાન લાગે છે.! ભણવા માટે બાળકને બહાર મોકલે છે પરંતુ અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓ હારીને જીવન ટૂંકાવતા હોય છે. ભવિષ્યની ચિંતા બાળકોનો ભોગ લઈ રહી છે! રાજસ્થાનના કોટામાં અનેક બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે. ત્યાં રહીને અભ્યાસ કરતા હોય છે.


વિચારવું પડશે કે સમાજ કઈ દિશા તરફ લઈ આગળ વધી રહ્યો છે!

પરંતુ કોટાથી અનેક વખત સમાચાર સામે આવતા હોય છે કે જીવનથી હારીને વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ મોતને વ્હાલુ કર્યં છે તેવી માહિતી સામે આવી છે. ઉલ્લેખનિય છે કે 2024ના પ્રથમ મહિનામાં જ 3 જેટલા વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. વધતા આત્મહત્યાના કિસ્સાઓના કારણે આપણે વિચારવું પડશે કે આપણે સમાજને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ. 



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...