રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખમાં થયો ફેરફાર, રાજ્યમાં 25 નવેમ્બરે એક જ તબક્કામાં થશે મતદાન


  • Published By :
  • Published Date : 2023-10-11 18:07:54

ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી, જો કે હવે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવામાં આવી છે. પહેલા 23 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી થવાની હતી પરંતુ હવે તારીખ બદલીને 25 નવેમ્બરે આ ચૂંટણી થશે. જો કે મતદાન એક જ તબક્કામાં થશે. ચૂંટણીનું પરિણામ પણ 3 ડિસેમ્બરે જ આવશે. 


શા માટે ફેરફાર કરાયો?

 

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં ફેરફારનો મુખ્ય કારણ પૈકીનું એક તે  જ દિવસે એટલે કે 23 નવેમ્બરે દેવઉઠી એકાદશી છે. આ કારણે મોટી સંખ્યામાં વિવાહ સમારંભ અને માંગલિક તેમજ ધાર્મિક ઉત્સવ હોય છે જેથી મતદાન પર વિપરીત અસર થઈ શકે છે વળી લોકોને પણ અસુવિધા થશે. વાહનોની કટોકટી પણ જોવા મળશે જેની અસર વોટિંગ પર પડી શકે છે. આ કારણે રાજ્યના ઘણાં સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક સંગઠનોએ પોતાના પ્રતિનિધિત્વની મદદથી ચૂંટણી પંચને આ તારીખે મતદાન ટાળવાની વિનંતી કરી હતી. ચૂંટણી પંચે તે વાત પર વિચાર કર્યો અને મતદાનની તારીખમાં ફેરફાર કરતા હવે મતદાન 23 નવેમ્બરની જગ્યાએ 25 નવેમ્બરે શનિવારે સમગ્ર રાજ્યમાં મતદાન થશે.


આ પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી 


પાંચ રાજ્યોની 679 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખ 9 ઓક્ટોબરે જાહેર કરાઈ હતી. તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાના, છત્તીસગઢ અને મિઝોરમ તે રાજ્ય છે જ્યાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. મધ્યપ્રદેશની 230, રાજસ્થાનની 200, તેલંગાનાની 119, છત્તીસગઢની 90 અને મિઝોરમની 40 વિધાનસભા બેઠક પર ચૂંટણી થશે. ઉલ્લેખનિય છે કે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટ સત્તા પર છે. જ્યારે તેલંગાનામાં BRSનું શાસન છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી જાહેરાત સાથે જ આ રાજ્યોમાં પ્રયાર અભિયાનનો પ્રારંભ શરુ થઈ ગયો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે