Rajasthan Assembly Election : 199 બેઠકો માટે શરૂ થયું મતદાન, PM Modiએ મતદાન કરવા મતદાતાઓને અપીલ કરી


  • Published By :
  • Published Date : 2023-11-25 10:44:47

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. બધા રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવવાના છે. રાજસ્થાનમાં આજે 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી છે.

 

સવારે 9.30 વાગ્યા સુધી થયું આટલા ટકા મતદાન 

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે. મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 200 બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારથી લોકો મતદાન મથક મતદાન કરવા પહોંચી રહ્યા છે. દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારના 9.30 વાગ્યા સુધી 9.77 ટકા મતદાન નોંધાયું છે. 200 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોંગ્રેસના એ ક ઉમેદવારના નિધનને પગલે ત્યાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 199 બેઠકો પર મતદાન સવારના સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. વસુંધરા રાજે, સચિન પાયલોટ સહિતના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.  

 


મતાધિકારનો ઉપયોગ કરવા પીએમ મોદીએ કરી અપીલ  

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે રાજકીય પાર્ટીઓ અનેક સભાઓ, અનેક રેલી ગજવી. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં કોઈ કચાસ નથી છોડી. જનસભા દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે રાજનીતિ ગરમાઈ છે. રાજસ્થાનમાં મતદાતાઓને મતદાન કરવા માટે પીએમ મોદીએ અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે,‘રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મત નાખવામાં આવશે. તમામ મતદારોને મારૂ નિવેદન છે કે તે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મત આપવા જઇ રહેલા રાજ્યના તમામ યુવા સાથીઓને મારી શુભકામનાઓ.’ 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .