રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીની દુર્ઘટના પર દુ:ખ કર્યું વ્યક્ત


  • Published By :
  • Published Date : 2022-10-31 13:36:16

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીમાં બનેલી ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. રાજકોટ જઈ તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે વાતચીત કરી હતી. સાથે સાથે લોકોને આપવામાં આવતા વળતરની રકમ પર તેમણે નિવેદન આપ્યું છે.  પીડિત પરિવારને વધારે વળતર આપવામાં આવે તેવી તેમણે માગ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વધારે વળતર આપી શકે છે. વધારે વળતર આપવા સરકાર સમક્ષ માગણી કરી છે. 

Gujarat Congress Senior Observer Ashok Gehlot Will Come To Gujarat On  August 4 | Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અશોક  ગેહલોત આવશે ગુજરાત

વધારે વળતર આપવાની ગેહલોતે કરી માગ

વળતર મામલે ગેહલોતે કહ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 4 લાખ  અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે ત્યારે જાહેર કરવામાં આવેલી આ રકમ પ્રર્યાપ્ત નથી. મારા મત મુજબ ઓછામાં ઓછા 10 લાખ રુપિયાની સહાય રાજ્ય સરકારે કરવી જોઈએ. જ્યારે 5 લાખ રૂપિયાની સહાય પીએમ ફંડમાંથી આપવામાં આવે. 


પીડિતોનો કોઈ વાંક જ નથી - અશોક ગેહલોત

વધુમાં તેમણે કહ્યું કે મોરબી પૂલ તૂટી પડવાની ઘટનામાં મૃતકો અને પીડિતોનો કોઈ વાંક જ ન હતો. તેમની કોઈ ભૂલ ન હતી. ઉપરાંત આ ઘટનાની પાછળ પ્રકૃતિનો પ્રકોપ પણ નથી. તેથી સરકારે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી જોઈએ.            






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.