રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતમાં કરશે કોંગ્રેસનો પ્રચાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-05 17:10:57

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાની રણનીતિ સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. આપે અનેક વખત ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે ભાજપે હજી સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. આવતી કાલથી તેઓ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

 ગુજરાત ગજવવા નેતાઓ તૈયાર! રાજસ્થાનના CM અશોક ગેહલોત રાજ્યમાં ગજવશે બે દિવસમાં 6 સભા, જાણો કાર્યક્રમ

પરિવર્તન સંકલ્પ યાત્રામાં  લેશે ભાગ 

ચૂંટણીની તારીખ જાહેર થતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા અશોક ગેહલોત ગુજરાત આવવાના છે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અનેક જનસભાને સંબોધવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ 6 રેલીઓ સંબોધવાના છે. રાજકોટ ખાતે ગેહલોત એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ ભાવનગર પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભાગ લેવાના છે. સોમવારના રોજ તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસે જશે જ્યાં આકવાલ ખાતે સભામાં સંબોધન કરશે.     



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.