Gujaratના Vikas Model પર Rajasthanના CM Ashok Gehlotએ સાધ્યું નિશાન, ગુજરાતના રસ્તાને લઈ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-26 11:05:23

વિકાસ મોડલ તરીકે ગુજરાતને દેશભરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવે છે કે જાણે ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો હોય. પરંતુ વાસ્તવિક્તા આપણને ખબર છે. દરરોજ આપણે ખરાબ રસ્તા પરથી નીકળતા હોઈએ છીએ. ગુજરાતમાં કામો થયા છે એની ના નહીં પરંતુ જે રીતે જાહેરાત કરવામાં આવે છે તે પ્રમાણેના કામો નથી થયા તેવી વાત તમારા મનમાં ચાલી રહી હશે. ત્યારે ગુજરાતમાં જોવા મળતા ખરાબ રોડ રસ્તાનો ઉલ્લેખ રાજસ્થાનના  મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ભાષણમાં કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ગુજરાતના રસ્તા રાજસ્થાન કરતા સારા ગણાતા હતા. હવે, તે વિપરીત છે.   

રાજસ્થાનના સીએમએ ગુજરાતના ખરાબ રસ્તાનો કર્યો ઉલ્લેખ  

દરેકના મનમાં આ પ્રકારના સવાલો ઉભા થતા હશે કે જે પ્રમાણે ગુજરાતની છબીને બનાવવામાં આવી તે પ્રમાણે નથી. અનેક જગ્યાઓ પરથી ખરાબ રોડ રસ્તાના સમાચારો સામે આવતા હોય છે. રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળતા હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે શહેરોની હાલત સારી હશે પરંતુ અનેક શહેરોથી આવતા સમાચાર આપણને દર્શાવે છે કે શહેરોની હાલત પણ ગામડા જેવી છે. જ્યારે ગુજરાતને આખા દેશમાં વિકાસના મોડલ તરીકે દર્શાવવામાં આવે ત્યારે ગુજરાતમાં પડતા ખાડાઓ, ખરાબ રસ્તાઓ પર સમગ્ર દેશની નજર રહેતી હોય છે. ત્યારે ગુજરાતમાં જોવા મળતા ખરાબ રસ્તાનો ઉલ્લેખ રાજસ્થાનના મુખ્યમંત્રીએ કર્યો છે. 


ગુજરાત અને રાજસ્થાનના રોડની કરી સરખામણી!

રાજસ્થાનમાં જોધપુર-જયપુર ઓવરબ્રિજના લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. સામાન્ય રીતે જ્યારે આવા કાર્યક્રમોમાં નેતાઓ જતા હોય છે ત્યારે બીજા રાજ્યોની સરખામણી કરતા જોવા મળે છે. અને જે રાજ્યને આખા દેશમાં વિકાસના પર્યાય બનાવવામાં આવ્યો હોય તે રાજ્ય સાથે સરખામણી કરવાનો મોકો કોઈ છોડતું નથી. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતનું નામ લઈ ગુજરાતના રસ્તાઓ પર કટાક્ષ કર્યા છે. ગુજરાતના રસ્તાની હાલત એકદમ કફોડી જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ રસ્તાની હાલત એકદમ દયનીય હોય છે અને જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે તો વાત પૂછવી જ નહીં. ત્યારે અશોક ગેહલોતે આપેલા નિવેદન પર તમારૂં શું કહેવું છે તે જણાવો...  


There have been 558 accidents in Gujarat in the last three years due to bad  roads and potholes. 234 people died | ગુજરાતમાં ખરાબ રોડ અને ખાડાની કામગીરી  નહીં થવાથી છેલ્લા ત્રણ

Rajkot Gondal highway pits on road in monsoon viral - રાજકોટ - ગોંડલ નેશનલ  હાઈવે પર ખાડા ભારે વરસાદ News18 Gujarati



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે