Rajasthan Election : રાજનીતિથી સન્યાસ લેશે Vasundhara Raje! જનસભા દરમિયાન તેમણે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-04 17:58:00

થોડા સમય બાદ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચોજાવાની છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ તેમજ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી છે અને તે બાદ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર જોરોશોરથી કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજનેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ભાજપનો પ્રચાર ખુદ પીએમ મોદી કરી રહ્યા છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે રાજસ્થાનના સીએમ ફેસ તરીકે વસુંધરા રાજેની પસંદગી થઈ શકે છે પરંતુ તેમણે જનસભામાં નિવેદન આપ્યું છે તેનાથી રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થવા લાગી કે વસુંધરા રાજે રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે. 


રાજ્યોમાં જોરશોરથી ચાલતો ચૂંટણી પ્રચાર  

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બરના રોજ યોજાવાની છે. 200 જેટલી વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, પીએમ મોદી ખુદ ચૂંટણીવાળા રાજ્યોમાં પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ચહેરા તરીકે વસુંધરા રાજેને જોવામાં આવી રહ્યા હતા. પરંતુ ગઈકાલે રાજસ્થાનમાં રેલીમાં તેમણે સન્યાસ લેવાની વાત કહી હતી. 


નિવૃત્તિની વાત કરતા શું કહ્યું વસુંધરા રાજેએ?

વસુંધરા રાજેએ પોતાના દીકરા દુષ્યંત સિંહના ભાષણ બાદ રેલીને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મારા પુત્રની વાત સાંભળીને મને લાહે છે કે મારે હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. તમે બધાએ તેને એટલી સારી રીતે તાલીમ આપી છે કે મારે તેને આગળ ધકેલવાની જરૂર નથી. રાજેના આ નિવેદન બાદ રાજકીય વર્તુળમાં વાતો શરૂ થઈ ગઈ કે વસુંધરા રાજે રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે. વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ ઝાલાવાડ-બારણ લોકસભા સીટથી સાંસદ છે.  


ભાજપને સત્તા પર લાવવા માટે વસુંધરા રાજેએ કર્યું આહ્વાહન!

મહત્વનું છે કે રાજસ્થાન માટે ભાજપે મુખ્યમંત્રીના ચહેરાના નામની જાહેરાત નથી કરી. છેલ્લા ઘણા સમયથી માગ થઈ રહી હતી કે વસુંધરા રાજેના પુત્રને મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તેવી માગ સતત  થઈ રહી છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર આવે તે માટે પણ વસુંધરા રાજેએ આહ્વાહન કર્યું હતું કે કોંગ્રેસ સરકારમાં ઘણો ભ્રષ્ટાચાર હતો, પ્રશ્નપત્રો લીક થયા. જો રાજસ્થાનને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવવું હોય તો ભાજપને સત્તામાં લાવવી પડશે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે