રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ, 100 દર્દીઓને અન્યત્ર ખસેડાયા, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો


  • Published By :
  • Published Date : 2023-07-30 12:10:53

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા 100 જેટલા દર્દીઓને તાત્કાલિક નજીકની આનંદ હોસ્પિટલ અને BAPS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ICU અને દિવ્યાંગ દર્દીઓને રાજસ્થાન હોસ્પિટલના સુરક્ષિત સ્થાનમાં રખાયા છે.  આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર વિભાગની 29 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.


શા માટે આગ લાગી?


રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.  આગ પર કાબુ મેળવવા માટે હોસ્પિટલનો 100 જેટલો સ્ટાફ પણ કામે લાગી ગયો હતો. હાલ આગને કારણે ધૂમાડાના ગોટેગોટા ઉઠ્યા હતા, જેના કારણે ફાયર વિભાગને પણ પોતાની કામગીરી કરવામાં મુશ્કેલીઓ પડી હતી. બેઝમેન્ટની આગ અને ધુમાડાને કારણે હોસ્પિટલમાં કોઇ જાનમાલનું નુકસાન થયું નથી. પરંતુ હાલ સાવચેતીના પગલાના ભાગરૂપે સવારે ચાર વાગે જ હોસ્પિટલના તંત્ર દ્વારા જ આખી હોસ્પિટલ ખાલી કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આ બેઝમેન્ટમાં લાકડાનું ફર્નિચર, ડનલોપની શિટો, પ્લાયવુડ પડ્યુ હતુ જેના કારણે આગ વધુ છે. 


નજીકની સોસાયટીના 36 ઘર ખાલી કરાવાયા 


આગના સમાચાર મળતા જ ધારાસભ્ય કૌશિક જૈન તથા અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. દર્દીને કોઈ તકલીફ ન પડે તેની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગ્યા બાદ નજીકની સોસાયટી ખાલી કરાવાઈ છે. હોસ્પિટલની નજીકમાં આવેલી જયપ્રેમ સોસાયટીના 36 ઘર ખાલી કરાવાયા છે. હોસ્પિટલની દિવાલને અડીને આવેલા ફ્લેટ ખાલી કરાવાયા છે. 


અમિત શાહે દુર્ઘટનાની જાણકારી મેળવી


રાજસ્થાન હોસ્પિટલમાં આગ મામલે અમિત શાહે ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેઓ લખ્યું છે કે, 'અમદાવાદની એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનાના સમાચાર મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જી સાથે વાત કરી અને દુર્ઘટનાની જાણકારી લીધી. સ્થાનિક વહીવટીતંત્ર સતત આગ બુઝાવવામાં, દર્દીઓને બચાવવામાં અને રાહત કાર્યમાં તત્પરતા સાથે લાગેલું છે.'



લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.

રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું છે. તેની બાદ તેમના દ્વારા પ્રતિક્રિયા આપી છે.

ગુજરાતના રાણીપમાં પીએમ મોદી મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે લોકોને તેમને જોવાનો ઉત્સાહ હોય છે ત્યારે તે ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળ્યો હતો..