Rajkot : ફરી એક વખત પકડાયો વિદેશી દારૂનો જથ્થો! દારૂબંધી કાયદાના ફરી ઉડ્યા લીરેલીરા!


  • Published By :
  • Published Date : 2023-12-13 12:43:21

રાજ્યમાં દારૂબંધી છે તેવી વાત જ્યારે સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય કે શું સાચે ગુજરાતમાં દારૂબંધી છે? મનમાં જ આપણે  જવાબ આપી દઈએ છીએ કે હા છે, પરંતુ માત્ર કાગળ પર! વાસ્તવિક્તામાં દારૂબંધીના કાયદાનું કેટલું પાલન થાય છે તે જાણીએ છીએ. દારૂનો જથ્થો એવા રાજ્યમાંથી પકડાઈ રહ્યો છે જ્યાં દારૂબંધી જેવો કાયદો અમલમાં છે. દર થોડા દિવસે રાજ્યમાંથી દારૂનો જથ્થો પકડાય છે અને કાયદાના લીરેલીરા ઉડ્યા છે.


દારૂની હેરફેર માટે અપનાવાઈ રહ્યો છે આ રસ્તો!

ત્યારે આજે પણ વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે તેવી માહિતી સામે આવી છે. દારૂનો જથ્થો રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બામણબોરની ચેકપોસ્ટ પાસેથી મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર અંદાજીત 50 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાંથી દારૂનો જથ્થો મળી રહ્યો છે. અલગ અલગ રીતે દારૂની હેરાફેરી કરવા માટે રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદથી દારૂનો જથ્થો પકડાયો હતો તો મહીસાગરથી પણ દારૂની હેરફેર કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દારૂની હેરફેર કરવા બુટલેગરો નવા નવા પેતરા અજમાવી રહ્યા છે. 



ગુજરાતમાં દારૂનો જથ્થો ઘૂસાડવા માટે કરાઈ રહ્યો છે પ્રયાસ!

ટેન્કરમાં ભરીને દારૂ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, તો સુરતથી કિસ્સો સામે આવ્યો હતો જેમાં પ્લાસ્ટીકની થેલીમાં દારૂ ઝડપાયો છે. રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવે છે. ગુજરાતમાં અવાર-નવાર દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મળી રહ્યો છે જેને જોતા લાગે કે બુટલેગરોને કાયદાનો કોઈ ડર નથી. ત્યારે ફરી એક વખત અમદાવાદ-રાજકોટ હાઈવે પરના બામણબોરની ચેકપોસ્ટ પરથી આ દારૂનો જથ્થો મળી આવ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ પહોંડાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતમાંથી અવાર-નવાર દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે