Rajkot : ફરી એક નબીરાએ સર્જ્યો અકસ્માત, મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને નબીરાએ ઉડાડ્યા, નબીરાઓને નથી કાયદાનો ડર!


  • Published By :
  • Published Date : 2024-03-01 13:37:35

અકસ્માત અને નબીરા આ શબ્દ જાણે એકબીજાનો પર્યાય બની ગયો હોય તેવું લાગે છે. અકસ્માતની અનેક ઘટનાઓમાં નબીરાઓ દ્વારા બેફામ રીતે ચલાવવામાં આવતા વાહનો જવાબદાર હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક નબીરાએ અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોના જીવ જતા રહ્યા હતા. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટમાં બન્યો છે. બેફામ બનેલા નબીરાએ સહકાર મેઈન રોડ પરના ત્રિશુળ ચોક પાસે અકસ્માતની હારમાળા સર્જી હતી. વૃદ્ધ,રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને નબીરાએ એડફેટે લીધા છે.  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ ભયંકર છે. 

Rajkot:  Another accident occurred in Rajkot Rajkot: રાજકોટમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, વૃદ્ધ, યુવાન અને બે વિદ્યાર્થીઓને લીધી અડફેટે


ફરી એક નબીરાએ લોકોને લીધા અડફેટમાં!

રસ્તાને અનેક નબીરાઓ પોતાના બાપનો બગીચો સમજતા હોય છે. રસ્તા પર એવી રીતે બેફામ બની વાહન ચલાવતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને વ્યક્તિનું મોત થતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોને નબીરાએ કચડી નાખ્યા હતા તે બાદ ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. ત્યારે રાજકોટમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં નબીરાએ એક નહીં પરંતુ અનેક લોકોને પોતાની અડફેટે લીધા છે. એવી માહિતી સામે આવી છે કે આધેડનું મોત થઈ ગયું છે.  



ઘટનાની જાણ થતાં પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ! 

મળતી માહિતી અનુસાર વૃદ્ધ,રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને નબીરાએ એડફેટે લીધા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.  સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  


નબીરાઓને નથી કાયદાનો ડર? 

પંરતુ પ્રશ્ન એ થાય કે આવા નબીરાઓને પોલીસનો કોઈ ડર જ નથી?  નબીરાઓને કાયદાનો ડર જ નથી? શું નબીરાઓને લાગે છે કે પૈસાથી તે સિસ્ટમ ખરીદી શકે છે? જો નબીરાઓ એવું માનતા હોય કે અકસ્માત કરશે, પોલીસ કાર્યવાહી કરશે અને તે પૈસાના દમથી છૂટી જશે તો તેમની ભ્રમણા પોલીસે દૂર કરવી પડશે. કાર્યવાહી કરી એવા દાખલા બેસાડવા પડશે કે જેનાથી બીજા લોકોમાં પણ કાયદાને લઈ ડર બેસે.. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે