Rajkot : દિલ્હી જેવી ઘટના હિરાસર એરપોર્ટ પર બની, વરસાદ અને ભારે પવનને કારણે એરપોર્ટ પર કેનોપી ધરાશાયી થઈ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 13:44:10

ગઈકાલે દિલ્હીથી સમાચાર સામે આવ્યા કે એરપોર્ટ પર ટર્મિનલ 1ની છત તૂટી પડી. એક વ્યક્તિનું મોત આ ઘટનામાં થયું, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.. આ સમાચારની ચર્ચા ખતમ ના થઈ હતી ત્યાં તો દિલ્હી જેવી ઘટના ગુજરાતના રાજકોટમાં બની.. રાજકોટ હિરાસર એરપોર્ટ પર ભારે પવન તેમજ વરસાદને કારણે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ છે તેવી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર હજી સુધી સામે આવ્યા નથી... આશા રાખીએ કે આવા સમાચાર સામે આવે પણ નહીં... 

નબળા બાંધકામને કારણે કોઈ વખત... 

વરસાદ જ્યારે આવે છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ મોનસુન કામગીરીની પોલ ખુલી જતી હોય છે. થોડા વરસાદની અંદર વરસાદી પાણી ભરાઈ જતા હોય છે.. તે પોલ તો ખુલે છે પરંતુ constructionમાં નબળી કામગીરી કરી હોય તેવી પોલ પણ ખુલે છે.. નબળું બાંધકામ કરવામાં આવ્યું છે તેવી પોલ પણ ઉજાગર થાય છે.. નિર્માણ પામી રહેલો બ્રિજ તૂટી જાય છે, દિવાલો તૂટી જાય છે.. દુર્ઘટના સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. 




રાજકોટના હીરાસર એરપોર્ટ પર બની દિલ્હી જેવી ઘટના 

ગઈકાલે દિલ્હીથી એરપોર્ટની છત તૂટવાના સમાચાર આવ્યા અને આજે તેવી જ ઘટના રાજકોટમાં બની..   ભારે પવન તેમજ વરસાદને કારણે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ છે.. એરપોર્ટ બને એક વર્ષ પણ નથી થયું અને આ દુર્ઘટના સર્જાઈ છે. મહત્વનું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે બહુ લોકો હાજર ના હતા.. મોટી દુર્ઘટના ટળી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...