Rajkot : વિદ્યાર્થીઓમાં વધતા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શાળાઓને DEOએ આપી આ સલાહ, જાણો શું અપાઈ સલાહ?


  • Published By :
  • Published Date : 2023-10-17 14:31:01

શાળામાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે માટે ભણવા ઉપરાંત અનેક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આપણામાંથી અનેક લોકો એવા હશે કે જેમણે શાળામાં ભણવાની સાથે યોગ કરાવતા, કસરત કરાવતા, લંગડી રમાડતા, ખો-ખો રમાડતા, દોડાવતા અને આવું બધું કરાવતા. ત્યારે ખબર ન હતી કે આ સ્વાસ્થ્ય માટે સારું છે એટલા માટે કરાવે છે. પણ અત્યારની ખાનપાનની પરિસ્થિતિ અને કુમળી વયે આવતા હાર્ટ એટેકના કારણે શાળામાં આચાર્ય જ એવું કહેવા મજબૂર બન્યા છે કે કસરત ઓછી કરો, વજન ન ઉઠાવો, દોડો નહીં, મહેનતવાળું કામ ન કરો. 

હાર્ટ એકેટથી અચાનક મોતની ઘટનામાં સરકાર તાત્કાલિક તપાસ કરાવે તે જરૂરી –  Gujaratmitra Daily Newspaper

શાળાના સંચાલકોને આપવામાં આવી આ સૂચના!

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગુજરાતમાં હમણા યુવાનોને હ્રદય રોગના હુમલા આવવાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ નાના વિદ્યાર્થીઓના હિતમા જાહેરાત કરી છે.  વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળતા તેમણે રાજકોટ જિલ્લાના આચાર્યો સાથે બેઠક કરી હતી અને તેમને મૌખિક સૂચના આપી છે કે શાળામાં ભણતા નાના બાળકોને કસરત ઓછી કરાવો, હાર્ડ વર્ક ન કરાવો, દોડવાનું ઓછું રખાવો, નવરાત્રિમાં ગરબા ઓછા રમાડો. આની પાછળનું કારણ છે કે રાજકોટમાં હમણાને હમણા નાની વયના યુવાનોને હાર્ટ એટેક આવ્યાના ઘણા બનાવો બન્યા છે. 


વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય!  

ખાનગી શાળાઓમાં તો તગડી ફી ઉઘરાવવાના કારણે વ્યવસ્થા કરી રાખી છે. ત્યાં જમવાનું બનાવાથી લઈ, કચરોવાળવાથી લઈ તમામ કામો માટે લોકો રાખ્યા હોય છે. અને તેમને લોકો રાખવા પોસાય છે કારણ કે સામે એટલી ફી લેતા હોય છે. પણ સરકારી શાળામાં એવું નથી હોતું. ત્યાં પરિસ્થિતિ સાવ અલગ હોય છે. અહીં આવીને કચરો વાળવાનું હોય છે, સાફસફાઈ કરવાની હોય છે. મેદાન સાફ કરવાનું હોય છે અને બાકી પણ બધા કામ હોય છે. અને આમાં બધુ કામ કરવા માટે પટ્ટાવાળા ન હોય તો મોટાભાગે વિદ્યાર્થીઓ જ કામ કરતા હોય છે. આ સિવાય સરકારી અને ખાનગી એમ બંને શાળામાં બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે યોગ કરાવામાં આવતો હોય છે. રમતગમતના અલગથી ક્લાસ હોય છે. વગેરે બધુ હોય છે. આમાં ધ્યાન રાખવા માટે પણ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ મૌખિક સૂચના આપી છે જેથી વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ ન પડે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને. 


શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે!

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આપણી સામે હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જેમણે હજી દુનિયા નથી જોઈ તેઓ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. શાળામાં ભણતી વખતે વિદ્યાર્થીઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. પહેલા માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવે પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ છે અને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પરંતુ હવે તો સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે