લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા રાજકોટના DGFT અધિકારીએ કરી આત્મહત્યા, ચોથા માળેથી માર્યો કૂદકો, NOC આપવા માટે અધિકારીએ લીધી હતી લાંચ!


  • Published By :
  • Published Date : 2023-03-25 12:04:54

આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં વરિષ્ઠ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે. ત્યારે રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જાવરીમલ બિશ્નોઈ પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. સીબીઆઈ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. પરંતુ અધિકારી બિશ્નોઈએ ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. જેને કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું.  


9 લાખ લાંચની અધિકારીએ કરી હતી માગ! 

સીબીઆઈ દ્વારા અનેક વખત લાંચ લેતા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવરીમલ બિશ્નોઈ પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર ફરિયાદી દ્વારા ડીજીએફટીની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં  આવી હતી. પરવાનગી મળી રહે તે માટે ફાઈલો ઓફિસમાં જમા કરાવવામાં આવી હતી. પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી જાવરીમલ બિશ્નોઈ દ્વારા 9 લાખની લાંચ માગવામાં આવી હતી. એનઓસી મેળવવી ફરિયાદી માટે આવશ્યક હતી.   


લાંચ લેતા સીબીઆઈએ રંગેહાથ ઝડપી પાડ્યા

ફરિયાદીના જણાવ્યા અનુસાર અધિકારી દ્વારા 9 લાખની માગણી કરવામાં આવી હતી જેને પગલે ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે પ્રથમ હપ્તા પેટે રૂપિયા 5 લાખ જાવરીમલને આપવાના રહેશે. અધિકારીને ફરિયાદી પાંચ લાખ રુપિયા આપવા ગયા અને અધિકારીએ પાંચ લાખ રુપિયા સ્વીકાર્યા. પાંચ લાખની લાંચ લેતા સીબીઆઈએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જે બાદ સીબીઆઈ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને પગલે અધિકારીના ઓફિસમાં તેમજ ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 


ચોથા માળેથી અધિકારીએ કર્યો આપઘાત 

ત્યારે ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસની બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારતા દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈ ટ્રેપ બાદ ઘરમાં તેમજ ઓફિસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. અધિકારીને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.