Rajkot Fire Accident : પીડિત પરિવાર ન્યાયની માગ સાથે પહોંચ્યા હતા અમદાવાદ, વિપક્ષે ચીમકી ઉચારતા કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-18 15:50:15

રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના મોત થયા છે. ઘટનાને વિતે ઘણા દિવસો થઈ ગયા છે, ચર્ચાઓ ઓછી થઈ ગઈ, પરંતુ પીડિત પરિવારની વેદના ઓછી નથી થઈ, તેમના આંસુ હજી સુકાયા નથી.. રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની આશા છે કે તેમને ન્યાય મળે. અનેક દુર્ઘટનાઓ એવી છે જેને વર્ષો વીતિ ગયા છે પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો.. આજે પણ તે પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે. ગઈકાલે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે પીડિત પરિવાર આવ્યા હતા અને ન્યાયની માગ કરી હતી..

ન્યાયની આશા સાથે વિપક્ષ મેદાને!

લોકતંત્રમાં જેટલો જરૂરી શાસક પક્ષ છે તેટલી જ જરૂર વિપક્ષની પણ હોય છે. વિપક્ષ લોકોનો અવાજ બને છે.. આપણે ત્યાં કહેવાય છે વિપક્ષને મજબૂત હોવું જોઈએ. ગુજરાતમાં પણ વિપક્ષ હવે લડી લેવાના મૂડમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાને આવી છે. ન્યાયની માગ સાથે પહેલા કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા તે બાદ રાજકોટ કમિશનર પોલીસ કચેરીનો ઘેરાવો કર્યો. અને ગઈકાલે પીડિત પરિવાર અમદાવાદ આવ્યો હતો બાપુના શરણે ન્યાયની અપેક્ષા સાથે.. 

ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા પીડિત પરિવાર

અગ્નિકાંડમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક મૃતકો એવા હતા જે માત્ર થોડા દિવસ પહેલા જ નોકરીએ જોડાયા હતા. કોઈએ પોતાની એકની એક દીકરી ગુમાવી તો કોઈએ આ દુર્ઘટનામાં એકનો એક દીકરો ગુમાવ્યો. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. પીડિત પરિવારની માગ છે કે તેમને ન્યાય મળે.. ગાંધી આશ્રમ ખાતે પીડિત પરિવારની સાથે જિગ્નેશ મેવાણી પણ જોડાયા હતા. જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા પણ આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જો સરકાર આ મામલે કોઈ કાર્યવાહી નહીં તો તે 25 તારીખ પછી સીએમ ઓફિસ જશે ઢાંકણીમાં પાણી લઈ તેવી વાત તેમણે કરી હતી.



જે યુવાનો મોતને ભેટ્યા છે તેમણે અનેક સપનાઓ સેવ્યા હતા!

જે લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે તે નાની ઉંમરના હતા. જ્યારે યુવાનોની અર્થી ઉઠે છે ત્યારે વધારે દુ:ખ થાય છે. જ્યારે પિતા પોતાના જુવાન સંતાનની અર્થી ખભા પર ઉચકે છે ત્યારે તે પીડા કદાચ કોઈ વર્ણવી પણ નહીં શકે.. આ દુર્ઘટનામાં અનેક જુવાન લોકોના મોત થયા છે, તેમના અનેક સપનાઓ હતા. પરંતુ તેમની સાથે સાથે તેમના સપનાઓ પણ કાયમ માટે ઉંઘી ગયા. અમદાવાદમાં એક પીડિત પરિવાર એવો પણ આવ્યો હતો જેમણે પોતાની દીકરીને ગુમાવી હતી. ન્યાયની માગ સાથે આવેલા તેમના પરિવારના સભ્યએ જણાવ્યું કે ઘટનાના એક દિવસ પહેલા જ આશા કહી રહી હતી કે તેને આર્મીમાં જવું છે. 




શું કહ્યું પીડિત પરિવારોએ? 

પીડિત પરિવાર કહી રહ્યો હતો કે તેમને ગુજરાતની સરકાર પર થોડો પણ ભરોસો રહ્યો નથી. તેમણે જણાવ્યું કે અગાઉ એટલા કાંડ થઈ ગયા છે, નિર્દોષ વ્યક્તિ કેટલાય વહ્યા ગયા., પરંતુ કોઈને ન્યાય મળ્યો નથી. જો કે 22 દિવસ થઈ ગયા એટલે અમને પણ સરકાર તરફથી ખબર પડી ગઈ કે કોઈ અપેક્ષા રાખવા જેવી નથી. હજી સુધી કોઈ પણ જવાબ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. 


એસઆઈટી પર નથી પીડિત પરિવારને વિશ્વાસ..!

તે સિવાય પીડિત પરિવારજનોને એસઆઈટી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે તેવું તેમણે કહ્યું હતું. એક પીડિત પરિવારે પાંચ સભ્યોને આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. એસઆઈટીના સભ્યોને બદલવામાં આવે તેવી તેમની માગ છે. મહત્વનું છે કે 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. પ્રશ્ન એ થાય છે કે શું પીડિત પરિવારને ન્યાય મળશે? આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...  



ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે ઉપરાંત ગુજરાત સરકારના કાયદા વ્યવસ્થા પર પણ પ્રહાર કર્યા છે... છોટા ઉદેપુરના કવાંટમાં સ્નેહમિલનના કાર્યક્રમ દરમિયાન તેમણે હર્ષ સંઘવી તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે...

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ એક માંએ નવજાત બાળકને ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં મૂકી દીધું વાત 1 નવેમ્બરની છે જ્યારે લુણાવાડા તાલુકા પોલીસને લેકપુર ગામ પાસે આવેલ ઇંડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે આવેલ ડાંગરવાળા ખેતરમાં ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં અરક્ષિત નવજન્મેલ શિશુ મળ્યું

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માટે આ 13મી તારીખે મતદાન થવાનું છે.. વાવમાં ત્રિ પાંખીયો જંગ જામવાનો છે... ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત માટે પ્રચાર કરી રહ્યા છે...

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ દારૂ ભરેલી ગાડી રોકવાનો એમણે પ્રયાસ કર્યો હતો. પણ વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા ગંભીર ઈજા થઈ અને સારવારમાં એમનું મૃત્યુ થયું... પીએસઆઈનો મૃતદેહ વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો અને પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે....