Rajkot Game Zone આગ મામલે આવી મોટી અપડેટ, ચાર વર્ષથી એનઓસી વગર ચાલતું હતું ગેમ ઝોન! શા માટે ના કરવામાં આવી ચેકિંગ?


  • Published By :
  • Published Date : 2024-05-26 14:13:57

વેકેશનના સમયમાં બાળકો મોજ માટે ગેમઝોનમાં જતા હોય છે... સામાન્ય રીતે વિકએન્ડ પર મોટી સંખ્યામાં લોકો આવા સ્થળની મુલાકાત લેતા હોય છે.. આપણે પણ આવા સ્થળની મુલાકાત લઈએ છીએ એમ માની કે બધુ સલામત છે.. જે પરવાનગી લેવાની હશે તે બધી પરવાનગી હશે વગેરે વગેરે.. પરંતુ તંત્ર દ્વારા રખાતી લાપરવાહી આવી દુર્ઘટનાને આમંત્રણ આપે છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 



એનઓસી વગર ચાલતું હતું ગેમ ઝોન! 

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મોટી અપડેટ સામે આવી છે, એવી પ્રાથમિક માહિતી સામે આવી હતી કે ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમતું હતું.. આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં તંત્રો દ્વારા તેને ચાલવા દીધું. એવી માહિતી સામે આવી છે કે શનિવારના દિવસે આ ગેમ ઝોનમાં 99 રુપિયાની ટિકીટ રખાઈ હતી જેને કારણે લોકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. તંત્ર દ્વારા નાક આડા કાન કરવામાં આવે છે તેવું કહીએ તો પણ ખોટા ના પડીએ..!  



દુર્ઘટના સર્જાય તે બાદ થોડા દિવસો માટે કરાય છે કાર્યવાહી અને પછી.. 

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે લોકોના મોત થાય છે તે બાદ એક્શન લેવા માટે તંત્ર સફાળું જાગે છે.. આગને કારણે દુર્ઘટના થઈ હોય તો બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી છે કે નહીં તેની તપાસ થોડા દિવસો થાય છે, કોઈના મોત હરણી બોટ દુર્ઘટના જેવી ઘટનામાં થયા હોય તો લાઈફ જેકેટ અંગે તપાસ થોડા દિવસો માટે થાય છે..  ફાયર સેફ્ટી જે જગ્યા પર ના હોય તે જગ્યાને સીલ કરી દેવામાં આવે છે. લાઈફ જેકેટ વગર ચાલતી એક્ટિવીટિને બંધ કરી દેવાય છે.. આ બધું થાય છે પરંતુ માત્ર થોડા દિવસો પૂરતૂં..! 


આટલી દુર્ઘટનાઓમાંથી ક્યારે બોધપાઠ લઈશું? 

દુર્ઘટનાઓ ધીમે ધીમે જેમ વિસરાતી જાય છે તેમ તેમ આવી કાર્યવાહીઓ થતી બંધ થઈ જાય છે..જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે તે બાદ એક્શન લેવાય છે.. પરંતુ સવાલ થાય કે તંત્ર એક્શનમાં કેમ ત્યારે જ આવે છે જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે? આટલા લોકોના મોત થાય તે બાદ જ શા માટે કેમ થોડા સમય માટે એક્શન લેવામાં આવે છે? ભૂતકાળને ભૂલી જવાની આપણી આદત છે પરંતુ તેમાંથી બોધપાઠ તો લેવો પડશેને..! આપણે ઈતિહાસની ઘટનાઓને ભૂલી જઈએ છીએ પરંતુ તેમાંથી કંઈ શીખ્તા નથી એ મોટામાં મોટી કમનસીબી છે...!  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે